Abtak Media Google News

કપરી સ્થિતિ અને સ્થળાંતરના સમયે પણ ભાઈચારા અને આનંદ સાથે રહેતા લોકો

સૌરાષ્ટ્રની ધરા પર અગાઉ પણ અનેક કુદરતી આફતો આવી ચુકી છે. પરંતુ ખમીરવંતા સૌરાષ્ટ્રવાસીઓ હંમેશા આપદાઓ સામે જોમ-જુસ્સા સાથે લડ્યા છે. રાજકોટ જિલ્લામાં વહીવટી તંત્ર જનજનની સુરક્ષા માટે નક્કર આયોજન સાથે કામગીરી તો કરી રહ્યું છે ત્યારે તેમની આ કામગીરીને વધુ પ્રોત્સાહન પુરૂં પાડી રહ્યા છે કપરી સ્થિતિ અને સ્થળાંતરના સમયે પણ શેલ્ટર હોમમાં  ભાઈચારા અને આનંદની સાથે રહેતા અસરગ્રસ્ત નાગરીકો.

કોટડાસાંગાણી તાલુકામાં વેરાવળ ખાતે કુમાર-ક્ધયા શાળાના શેલ્ટર હોમમાં બિપરજોય વાવાઝોડાની ગંભીર પરિસ્થિતિ વચ્ચે 350 લોકોએ આશરો મેળવ્યો છે. તાલુકા વિકાસ અધિકારી રોનક થોરિયાએ જણાવ્યું હતું કે, બિપરજોય વાવાઝોડાને કારણે જિલ્લા વહીવટી તંત્ર નક્કર આયોજન અને અથાક મહેનત સાથે કામગીરી કરી રહ્યું છે. ત્યારે શેલ્ટર હોમમાં હિંમત અને ખુમારી સાથે રહેતા લોકોને જોઈને અમને પણ પ્રેરણા મળે છે. ભુલકાંઓ પોતાની મસ્તીમાં રહીને ખેલકૂદની પ્રવૃતિ કરી રહ્યા છે.

મહિલાઓ ગુંથણ કામગીરી કરતી જોવા મળે છે. જે સમજાવે છે કે વાસ્તવિક જીવનમાં ગંભીર પરિસ્થિતિ સામે પણ હસતા રહીને જીવન વગર ફરિયાદે પણ આ રીતે જીવી શકાય છે. સાથે સાથ સંકટ સમયે ગામના આગેવાનો પણ તંત્રની સાથે ખડેપગે રહીને મદદરૂપ બની રહ્યા છે. ગામના સરપંચ રવિરાજસિંહ જાડેજા દ્વારા જમવાની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. આમ શેલ્ટર હોમમાં આફત વચ્ચે પણ માનવતા અને સાહસની ઉત્કૃષ્ટ મિસાલ જોવા મળી રહી છે.

400 લોકોનું સ્થળાંતર ભોજન વ્યવસ્થા કરાઇ

કોટડાસાંગાણી તાલુકાના શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં  નીચાણ વાળા ઝૂંપડપટી વિસ્તાર 400 લોકો છે સલામત જગ્યા પર રાખી તેને સવારે નાસ્તો બપોરે જમવાનુ ને સાંજે જમવાની વ્યવસ્થા કરતાં શાપર નાં રાજકોટ જિલ્લા ભાજપ અગ્રણી ધર્મેશભાઈ ટીલારા અશ્વિનભાઈ ગઢીયા સરપંચ જયેશભાઇ કાકડીયા તલાટી મંત્રી પરાગભાઈ વસોયા  શાપર વેરાવળ પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા જી આર ડી સભ્યો પોલીસ દ્વારા 400 થી વધુ લોકોનું આજે સ્થળાંતર કરવામાં આવ્યું હતું તેમજ ભોજન વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.