Abtak Media Google News

રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના નાના ખિજડીયા ગામે બની હતી જ્યાં તળાવ પાસે નવજાત શિશુ મળી આવતા ચકચાર મચ્યો હતો. પોતાનું પાપ છુપાવવા માટે બાળકીને તરછોડી નાસી જનાર મહિલાની પોલીસે શોધખોળ હાથ ધરી હતી.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પડધરી તાલુકાના નાના ખીજડીયા ગામે તળાવ પાસેથી કોઈ અજાણ્યા મહિલાએ નવજાત બાળકીને જીવીત હાલતમાં ત્યજી દીધી હોવાની પોલીસને જાણ થતાં તુરંત તળાવ પાસે દોડી ગઇ હતી, જીવીત બાળકીને સ્થાનીક લોકો અને પોલીસે તુરંત હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

બાળકીને સૌપ્રથમ ૧૦૮ સ્ટાફ દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. આ મામલામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેના આધારે પોલીસને બાળકીની માતાની જાણકારી મળી ગઈ હતી. નવજાત બાળકીને જન્મ આપનાર ખામટા ગામની ખેત મજૂરી કરતા પરિવારની તરુણી હોવાનું સામે આવ્યું હતું. તરુણી બળાત્કારનો ભોગ બની હતી અને ગર્ભવતી થયા બાદ બાળકીને જન્મ આપ્યો હતો. આ પાપ છુપાવવા માટે માસૂમ બાળકીને નાના ખીજડિયા પાસે જાળીઓમાંથી ત્યજી દીધી હતી.

પોલીસે બાળકીની માતાની ઓળખ મેળવી તેની પૂછતાછ કરી હતી. જેમાં તરુણી બળાત્કારનો ભોગ બની હોવાથી ગર્ભવતી થઈ હતી. ત્યાર બાદ બાળકને જન્મ આપતા પાપ છુપાવવા માટે નવજાત બાળકીને જાળીઓમાંથી ત્યજી દીધી હતી. પોલીસે હવે બનાવની નોંધ કરી તપાસ હાથધરી છે.

આ ઘટના અંગે કાલે થયો હતો વધુ એક ખુલાસો

પડધરી તાલુકાના ખીજડીયા ગામ પાસે નવજાત બાળકી મળી હતી આ ઘટનામાં પોલીસે વધુ તપાસ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે જ્યાંથી બાળક મળી આવ્યું તેની 100 મીટરના અંદર જ તેની ડિલિવરી થઈ હોવાના પુરાવા મળી આવ્યા હતા. તેમજ મહિલાના લોહી વાળા ફુટપ્રિન્ટ પણ રસ્તા પરથી મ્ળયાં હતા. બાળકીને કપડામાં વીંટીને ત્યજી દીધા બાદ ત્યાંથી જ મહિલા પાછી ફરી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું.

પડધરી: ખીજડિયા ગામે નવજાત બાળકી મળ્યા મામલે વધુ એક ખુલાસો, સગીરા પ્રેમ સંબંધમાં હવસનો શિકાર…

આ નવજાત બાળકીના ડીએનએ સેમ્પલ અને રોડ પરથી મળી આવેલા લોહીના સેમ્પલને ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યા હતા. ફોરેન્સિક રિપોર્ટ પરથી જાણવા મળ્યું કે આ બાળકીનો જન્મ રાતના ત્રણ વાગ્યા આસપાસ રોડ પર જ થયો હતો. પડધરી પોલીસ દ્વારા IPC કલમ 317 હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સ્થાનિક આંગણવાડી વર્કર તથા મોબાઇલ ટાવર ડમ્પ દ્વારા આ મામલાની વિગતે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. જે વાડીના માલિક દ્વારા બાળકીનો બચાવ કરવમાં આવ્યો હતો તેણે ફરયાદિ બનાવવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.