Abtak Media Google News

પોતાનુ પાપ છુપાવવા માટે બાળકોને તરછોડી દેવાની ઘટના આપણી આસપાસ બનતી હોય છે. કોઈને કહી ન શકાય તેવા કૃત્ય થઈ ગયા બાદ બાળકને કચરામાં અથવા તો ગટર પાસે મુકી દે આવું આપણી આસપાસ બનતું હોય છે.આવી જ એક ઘટના રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના નાના ખિજડીયા ગામે બની છે જ્યાં રસ્તા પર નવજાત શિશુ મળી આવતા ચકચાર મચી છે. પોતાનું પાપ છુપાવવા માટે બાળકીને તરછોડી નાસી જનાર મહિલાની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પડધરી તાલુકાના નાના ખીજડીયા ગામે તળાવ પાસેથી કોઇ અજાણ્યા મહિલાએ નવજાત બાળકીને જીવીત હાલતમાં ત્યજી દીધી હોવાની પોલીસને જાણ થતાં તુરંત તળાવ પાસે દોડી ગઇ હતી, જીવીત બાળકીને સ્થાનીક લોકો અને પોલીસે તુરંત હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઘટના અંગે થયો ખુલાસો

પડધરી તાલુકાના ખીજડીયા ગામ પાસે નવજાત બાળકી મળી હતી આ ઘટનામાં પોલીસે વધુ તપાસ હાથ ધરતા જાણવા મળ્યું છે કે જ્યાંથી બાળક મળી આવ્યું તેની 100 મીટરના અંદર જ તેની ડિલિવરી થઈ હોવાના પુરાવા મળી આવે છે તેમજ મહિલાના લોહી વાળા ફુટપ્રિન્ટ પણ રસ્તા પરથી મ્ળયાં છે. બાળકીને કપડામાં વીંટીને ત્યજી દીધા બાદ ત્યાંથી જ મહિલા પાછી ફરી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

આ નવજાત બાળકીના ડીએનએ સેમ્પલ અને રોડ પરથી મળી આવેલા લોહીના સેમ્પલને ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યા હતા. ફોરેન્સિક રિપોર્ટ પરથી જાણવા મળ્યું કે આ બાળકીનો જન્મ રાતના ત્રણ વાગ્યા આસપાસ રોડ પર જ થયો હતો. પડધરી પોલીસ દ્વારા IPC કલમ 317 હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સ્થાનિક આંગણવાડી વર્કર તથા મોબાઇલ ટાવર ડમ્પ દ્વારા આ મામલાની વિગતે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. જે વાડીના માલિક દ્વારા બાળકીનો બચાવ કરવમાં આવ્યો હતો તેણે ફરયાદિ બનાવવામાં આવ્યો છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.