Abtak Media Google News

અન અધિકૃત બાંધકામોને નિયમિત કરવાની અરજી સ્વીકારવાની મુદ્ત ચાર મહિના વધશે

રાજ્યમાં અન અધિકૃત બાંધકામોને નિયમીત કરવાના ઇમ્પેક્ટ ફીના કાયદાની મુદ્ત ગત 16મી ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થઇ જવા પામી છે. રાજ્યભરમાં 17 થી 18 હજાર જેટલી અરજીઓ આપી છે. દરમિયાન ઇમ્પેક્ટ ફીની મુદ્તમાં વધારો કરવા માટે આજે વિધાનસભા ગૃહમાં સુધારા વિધેયક રજૂ કરવામાં આવ્યું હતું. જેને સર્વાનુમતે બહાલી આપવામાં આવશે. ગેરકાયદે ખડકાયેલા બાંધકામોને નિયમીત કરવા માટે આ અંતિમ તક છે. સુધારા બીલમાં નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના છે.

Advertisement

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વ રાજ્ય સરકાર દ્વારા એક વટહુકમ લાવી અન અધિકૃત બાંધકામોને નિયમીત કરતો ઇમ્પેક્ટ ફીનો કાયદો લાવવામાં આવ્યો હતો.

વિધાનસભાની ચૂંટણીના કારણે યોજનાને ધારી સફળતા મળી ન હતી. 15મી વિધાનસભાની રચના બાદ વિધાનસભાના પ્રથમ પત્રમાં ઇમ્પેક્ટ ફીના વટહુકમને વિધેયકનું સ્વરૂપ આપી દેવામાં આવ્યું હતું. ગત 16મી ફેબ્રુઆરીના રોજ ઇમ્પેક્ટ ફીની મુદ્ત પૂર્ણ થઇ જવા પામી છે. આકરા નિયમો હોવાના કારણે ઇમ્પેક્ટ ફી યોજનાને ધાર્યા પ્રતિસાદ મળ્યો નથી. રાજ્યમાં માત્ર 17 થી 18 હજાર જેટલી અરજીઓ આવી છે. રાજ્ય સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફીની મુદ્તમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત નિયમોમાં પણ છુટછાટ આપવામાં આવે તેવી સંભાવના છે.

દરમિયાન આજે વિધાનસભામાં ગુજરાત અન અધિકૃત બાંધકામ વિકાસ નિયંત્રણ સુધારા બીલ ગૃહમાં રજૂ કરવામાં આવશે. જે સર્વાનુમતે મંજૂરી આપવામાં આવશે. ઇમ્પેક્ટ ફી કાયદાની અવધીમાં ચાર મહિનાનો વધારો કરવામાં આવશે. રાજ્ય સરકારનું નોટીફિકેશન મળતાની સાથે જ મહાપાલિકા, સત્તા મંડળો અને નગરપાલિકા દ્વારા ફરી ઇમ્પેક્ટની અરજીઓ સ્વિકારવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.