Abtak Media Google News

સુરતમાં ગ્રીષ્મા હત્યા કેસને કેમ ભૂલી શકાય જેના પડઘા માત્ર ગુજરાત મા જ નહિ પરંતુ સમગ્ર  ભારતમાં બન્યા હતા ત્યારે સુરતમાં ફરી એક વખત ગ્રીષ્મા જેવી ઘટના સામે આવી છે જેમાં બે છોકરીઓને રોકી છેડતી કરી ચપ્પુની અણીએ ધમકી આપનાર રીઢો ગુનેગાર ઝડપાયો હતો. પોલીસે ગુનેગાર ગણેશ ઉર્ફે ગણ્યો રવીન્દ્ર વાઘને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Screenshot 1 1

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના સુરતની છે જ્યાં નવાગામ ડીંડોલી વિસ્તારમાં એક યુવતી તેની ૧૪ વર્ષીય બહેનપણી સાથે જી.ઈ.બી ઓફિસે લાઈટ બિલ ભરીને આવી રહી હતી ત્યારે આ છેડતીનો બનાવ બન્યો હતો. આરોપીઓ ગણેશ અને પ્રેમ ઉર્ફે ચોર નાઓએ મોપેડ ઉપર આવી બંન્ને છોકરીઓને રસ્તામાં રોકીને છેડતી કરી હતી અને બાદમાં ગંદી ગાળો આપી હતી.

Screenshot 5 1

છોકરીઓએ ગાળો આપવાની ના કહેતા તેઓને ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી.આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી ત્યારે સ્થાનિકો આરોપીઓ પર ફિટકાર વરસાવી રહ્યા છે.

Screenshot 2 1

આ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી  આ ગુનામાં પોલીસે આરોપી ગણેશ ઉર્ફે ગણ્યો રવિન્દ્ર વાઘ [ઉવ.૨૩ રહે-  ગાંધી કુટીર પાસે ભટાર સુરત ની ધરપકડ કરી હતી. તેમજ ફરાર અન્ય આરોપીને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે.

અનેક ગુન્હામાં સંડોવાયેલો છે આરોપી ગણેશ !!

Screenshot 3

પોલીસે જણાવ્યું હતું કે આરોપી ગણેશ ઉર્ફે ગણ્યો રવિન્દ્ર વાઘ સુરત શહેરના ઉધના, ડીંડોલી, ખટોદરા, સરથાણા, લિંબાયત, જહાંગીરપુરા, સચિન, ઉમરા સહિતના પોલીસ સ્ટેશનમાં ખૂન, ખૂનની કોશિશ, લૂંટ, રાઇટીંગ, મોબાઈલ સ્નેચિંગ, ચેઈન સ્નેચિંગ, શરીર સંબંધી ગંભીર ગુનાઓ સહિત કુલ ૧૮ જેટલા ગુનાઓમાં પકડાયેલ છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.