Abtak Media Google News

એડમીશન અપાવવાની કામગીરી સંભાળતા કલાર્કને ઝડપી લેવાયો

હોમિયોપેથી કોલેજમાં બોગસ ડિગ્રીના આધારે એડમીશન અપાવવાના આધારે ચકચારી કૌભાંડમાં સંડોવાયેલા ખંભાળીયાના ડોકટરને ઝડપી કરાયેલી પુછપરછમાં પોતે પણ ડોકટરની બોગસ ડિગ્રી ધરાવતો હોવાની રિમાન્ડ દરમિયાન કબુલાત આપી છે અને તેની સાથે સંડોવાયેલા કલાર્કને એસઓજી સ્ટાફે ઝડપી લીધો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હોમિયોપેથીના બોગસ માર્કશીટના આધારે એડમીશન મેળવવાના કૌભાંડ અંગે ૧૯-૪-૨૦૧૮ના રોજ કોલેજના ડીન અમિતાભ જોશી, ખંભાળીયાના ડોકટર કાદરી અને એડમીશન મેળવનાર ૪૦ જેટલા વિદ્યાર્થીઓ મળી કુલ ૪૪ સામે નાયબ કુલ સચિવ ડો.કિરીટ પાઠકે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

ડો.વહાબમીયા સીદ્દીકમીયા કાદરી રૂ.૩.૫૦ લાખમાં નકલી માર્કશીટ વિદ્યાર્થીને વેંચી હોમિયોપેથી કોલેજના બીજા વર્ષનું એડમીશન અપાવી કૌભાંડ આચર્યું હોવાનો ગુનો નોંધાયા બાદ લાંબા સમયથી ફરાર ડોકટર કાદરીને એસઓજી પીઆઈ આર.વાય.રાવલ, પીએસઆઈ એચ.એમ.રાણા અને અનિલસિંહ ગોહિલ સહિતના સ્ટાફે ધરપકડ કરી રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતા અદાલતે પાંચ દિવસના રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે.

રિમાન્ડ દરમિયાન ડો.કાદરીની પુછપરછમાં પોતે પણ બોગસ ડોકટર હોવાની કબુલાત આપી છેલ્લા ૨૦ વર્ષથી ખંભાળીયામાં પ્રેક્ટિસ કરતો હોવાનું બહાર આવ્યું છે તેમજ બોગસ ડિગ્રીના આધારે એડમીશન અપાવવાના કૌભાંડમાં સંડોવાયેલા અન્ય એક કલાર્કને પણ એસઓજી સ્ટાફે ઝડપી લીધો છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.