Abtak Media Google News

સરદાર વલ્લભભાઈ પટેલ સ્મારક ટ્રસ્ટ સંચાલીત ગુલાબચંદ તલકચંદ શેઠ લાઈબ્રેરી દ્વારા મધર્સ ડે નિમિતે ર્માં વિશેનો વાર્તાલાપ યોજાયેલ જેમાં સ્વાતિબેન પંડયા તેમજ લાઈબ્રેરીનાં સભ્યો બહેનોએ ભાગલીધેલ. ઉપરાંત લાઈબ્રેરીના સભ્યો માટે વાનગી સ્પર્ધા, હેન્ડીક્રાફટ સ્પર્ધા તથા અંતાક્ષરી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ.જેમાં લાઈબ્રેરીમાં સભ્યો હોય તે માતાઓએ બહોળી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધેલ હતા.

આ વિવિધ સ્પર્ધાઓમાં નિર્ણાયક તરીકે અમિતાબેન રાવલ, કથાબેન, હિમાબેન, મેઘનાબેન, હંસાબેન વગેરેએ પોતાની અમૂલ્ય સેવાઓ આપેલ હતી. વિવિધ સ્પર્ધાનાં વિજેતાઓને ઈનામ વિતરણ સંસ્થાના પ્રમુખ દેવેન્દ્રભાઈ દેસાઈ તથા મંત્રી ડો. અલ્પનાબેન ત્રિવેદીના હસ્તે એનાયત કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન લાઈબ્રેરીયન કોમલબેન વૈષ્ણવએ કરેલ હતુ. લાઈબ્રેરીનાં કર્મચારીઓએ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.