Abtak Media Google News

ડેપો મેનેજર સહિત  સ્ટાફ અને સફાઈ કર્મચારીઓના સહયોગથી બસ સ્ટેશન ખાતે સફાઈ અભિયાન

Screenshot 11 7

સુરત શહેર અને જિલ્લામાં મુસાફરોને કોઈ અગવડતા ન પડે અને સ્વચ્છતા રહે તે માટે સુરત શહેર અને જિલ્લામાં બસ ડેપો ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. વિભાગીય નિયામક પી.વી.ગુર્જરના માર્ગદર્શન હેઠળ ડેપો મેનેજર બી.આર.પટેલે ડેપોના તમામ સ્ટાફ અને સફાઈ કર્મચારીઓના સહયોગથી બસ સ્ટેશન ખાતે સફાઈ અભિયાન હાથ ધર્યું હતું.

Screenshot 13 9

સુરત શહેર હીરા નગરી, ટેક્સટાઈલ હબ તરીકે વિશ્વમાં જાણીતું છે. રોજના લાખો લોકો બસ ડેપો ખાતેથી મુસાફરી કરતા હોય છે ત્યારે બસ ડેપો ખાતે ગંદકી પણ થતી હોય છે જેથી એસટી વિભાગીય નિયામક પી.વી.ગુર્જરના માર્ગદર્શન હેઠળ સુરત જિલ્લામાં આવેલા બસ ડેપો ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. મુસાફરોને કોઈ અગવડતા ન પડે તેમજ બસ ડેપોમાં સ્વચ્છતા રહે તે માટે સુરત શહેર અને જિલ્લામાં આવેલા તમામ એસટી બસ ડેપો ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે.Screenshot 14 6

સુરત શહેરમાં ડેપો મેનેજર બી.આર.પટેલે ડેપોના તમામ સ્ટાફ તેમજ સફાઈ કર્મચારીઓના સહયોગથી સુરત મધ્યસ્થ બસ સ્ટેશન ખાતે સફાઈ અભિયાન હાથ ધર્યું હતું જેમાં તમામ પ્લેટ ફોર્મ, બસ ડેપો, શૌચાલય વગેરે જગ્યાએ સફાઈ હાથ ધરવામાં આવી હતી. તેમજ આવનારા સમયમાં સમયાતરે આ પ્રકારે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે તેમજ કોઈ વ્યક્તિ પાન માવાની પિચકારી કે ગંદકી કરતા નજરે ચડશે તો દંડ પણ વસુલવામાં આવશે.

 

ભાવેશ ઉપાધ્યાય

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.