Abtak Media Google News

આજના આ ઝડપી આધુનિક અને ડિજિટલ યુગમાં હજુ પણ લોકો મેડિકલ સ્ટોર પર જઇને કોન્ડોમ ખરીદવામાં સંકોચ કે શરમ અનુભવતા હોય છે. પરંતુ આપ સૌ કોઈ જાણો છો કે કોન્ડમ કેટલ જરૂરી છે. ત્યારે હવે તમારી આ સમસ્યાનો અંત આવ્યો છે ગુજરાતના ૨ એન્જીનીયર લોકોની આ સમસ્યાનું નિરાકરણ લાવ્યું છે. હવે તમારે કોઈ પણ કેમિસ્ટ કે બીજા દુકાનદાર પાસે જઈને કોન્ડોમ માંગવી નહિ પડે. બસ એક મશીન જ તમને કોન્ડોમ પૂરી પડશે. ફક્ત તમારે તેનો ચાર્જ ચૂકવવો પડશે.

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના સુરતની છે જ્યાંના ૨ એન્જીનીયર મિત્રો દ્વારા આ શોધ કરવામાં આવી છે. આ બન્ને વિશે જાણીએ તો તેઓ ડાયમંડ કંપનીમાં કામ કરતા બે રત્નકલાકારના પુત્રો છે અને ધોરણ ૧૦ બાદ ડીપ્લોમાં એન્જીનીયરીંગ કરીને તેમાં પણ મેડીકલ ફિલ્ડ પસંદ કરીને વેન્ડિંગ મશીન બનાવ્યું છે જેના દ્વારા તમ હવે કઈ પણ બોલ્યા વગર કોન્ડમ માંગી શકશો.

સુરતના બે એન્જિનિયર જીગર ઉનાગર અને ભાવિક વોરા નામના બે મિત્રોએ ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાંથી ધોરણ 10 બાદ ડિપ્લોમા ઇન મેડિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. બંને મિત્રોએ હાલમાં જ મિકેનિકલ એન્જિનિયરનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. આ બંને મિત્રો દ્વારા કોન્ડોમ વેન્ડિંગ મશીન બનાવવામાં આવ્યું છે. જેમાં મનગમતા કોન્ડોમ કોઇને પણ જાણ ન થયા તે રીતે ડિજિટલ પેમેન્ટ કરીને મશીનમાંથી મેળવી શકાય છે.

જે લોકો વેન્ડિંગ મશીનનો ઉપયોગ કરવા માટે આવશે તેમના માટે મશીન પર સૂચી દર્શાવવામાં આવી છે. આ મશીન મારફતે ગ્રાહક ઈચ્છે તે કોન્ડોમ લઈ જઈ શકે છે. સૌ પ્રથમ તેમાં પ્રોડક્ટને પસંદ કરવાની રહેશે ત્યારબાદ તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે અને ઓનલાઈન પેમેન્ટ માટે તમારે તમારો પેમેન્ટ કોડ સ્કેન કરવાનો રહેશે અને ત્યારબાદ તમારી પસંદ કરેલી પ્રોડક્ટ કલેક્ટ કરવાની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.