Abtak Media Google News

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં રાજ્યમાં હવેથી તમામ સરકારી યુનિવર્સિટીમાં પ્રવેશ માટે એક કોમન પોર્ટલ “ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ કાર્યરત કરવાનો નિર્ણય લેવાયો છે. આ પોર્ટલ મારફતે ઓડિટ ટ્રેઈલ દ્વારા ડેટામાં કરવામાં આવતા તમામ સુધારાની સંપૂર્ણ જાળવણી કરી શકાશે.

Advertisement

પોર્ટલ મારફતે ઓડિટ ટ્રેઈલ દ્વારા ડેટામાં કરવામાં આવતા તમામ સુધારાની સંપૂર્ણ જાળવણી કરી શકાશે: વિદ્યાર્થીઓને ચોઇસ ભરવા સાથે ઓનલાઇન નોંધણી, બોર્ડનો ડેટા ઉપલબ્ધ હોય તો વિદ્યાર્થીનું પરિણામ વિદ્યાર્થીનો સીટ નંબર દાખલ કરવાથી જાતે જ ઉપલબ્ધ થશે

હાલમાં દરેક વિદ્યાર્થી સરેરાશ રૂ. ૫૦૦ ખર્ચીને અંદાજે પાંચ કોર્સમાં અરજી કરે છે, તેની જગ્યાએ હવે GCAS દ્વારા નજીવી ફીમાં અમર્યાદિત યુનિવર્સિટી કે કોર્સમાં વિદ્યાર્થીઓ અરજી કરી શકશે. આ સરકારી યુનિવર્સિટીઓના તમામ અભ્યાસક્રમો, ફેકલ્ટી અને વિદ્યાર્થીઓને આવરી લેતી શરૂઆતથી અંત સુધીની એડમિશન પ્રક્રિયાને સંચાલિત કરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા આ એપ્લિકેશન વિકસાવવામાં આવી છે.પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે,  વિદ્યાર્થીઓ માટે દરેક યુનિવર્સિટી અને કોર્સીસમાં પ્રવેશ મેળવવા માટેનો સમયગાળો પણ એક જ રહેશે.

આ પોર્ટલ કાર્યરત થતા હવેથી ગુજરાતની તમામ સરકારી યુનિવર્સિટીને અલગ અલગ પ્રવેશ પ્રક્રિયા નહિ કરવી પડે, ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ મારફત પ્રવેશ પ્રક્રિયાની તમામ માહિતી એક ક્લિક પર ઉપલબ્ધ થશે. વિદ્યાર્થીઓને ચોઇસ ભરવા સાથે ઓનલાઇન નોંધણી, બોર્ડનો ડેટા ઉપલબ્ધ હોય તો વિદ્યાર્થીનું પરિણામ વિદ્યાર્થીનો સીટ નંબર દાખલ કરવાથી જાતે જ ઉપલબ્ધ થશે.

વિદ્યાર્થીઓના ઓનલાઈન કાઉન્સેલિંગ કરાશે

પ્રવેશ મેળવવાની સરળતા માટે સહાય કેન્દ્ર દ્વારા કોલેજ કક્ષાએ જ વિદ્યાર્થીઓના દસ્તાવેજોની ચકાસણી કરાશે અને નિયમ મુજબ મેરિટ બનાવવું અને વિદ્યાર્થીઓના ઓનલાઈન કાઉન્સેલિંગની પણ વ્યવસ્થા આ પોર્ટલ મારફત કરાઈ છે.

પ્રવેશ પ્રક્રિયાનો ડેટા હવે સિંગલ ક્લિકમાં જ  મળશે

ગુજરાત રાજ્ય પબ્લિક યુનિવર્સિટી એક્ટ અંતર્ગતની તમામ યુનિવર્સિટીની પ્રવેશ પ્રક્રિયાનો ડેટા શિક્ષણ વિભાગને સિંગલ ક્લિક પર રિયલ ટાઈમમાં મળશે. સાથે જ ઓટો સ્કેલિંગ અને વિશ્વસનીયતા માટે ક્લાઉડ આધારિત સોલ્યુશન પણ આમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.