Abtak Media Google News

મોરબી SOG દ્વારા દેશી પિસ્તોલ અને 8 કારતૂસ સાથે એક શખ્સને ઝડપી પડ્યો…

મોરબી SOGએ બાતમી આધારે મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસેથી એક શખ્સને દેશી પિસ્તોલ અને આઠ જીવતા કારતુસ સાથે એક આરોપી વિરુધ્ધ મોરબી એ ડિવિઝન પોલીસ મથક ખાતે હથિયાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી.

મોરબી જીલ્લામાં તેમજ સમગ્ર ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયા શાંતિ પૂર્ણ રીતે થાય તે અનુસંધાને મોરબી જીલ્લા પોલીસ સક્રિય હોય તે દરમિયાન મોરબી એસઓજી ટીમ મોરબી ટાઉનમાં પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ઇન્ચા.પીઆઈ એમ.પી.પંડ્યાને બાતમી મળેલ કે મોરબી જુના બસ સ્ટેન્ડ પાસે એક શખ્સ પેન્ટના નેફામાં પિસ્તોલ અને કારતુસ રાખીને બેઠો હોય, આ અંગેની મહિતા મળતા પોલીસે દરોડો પાડતા જુના બસ સ્ટેન્ડની પાછળની શેરીમાંથી હારૂનભાઇ ઉર્ફે રસીદભાઈ ખમીશાભાઈ થૈયમને એક દેશી હાથ બનાવટની પિસ્તોલ અને આઠ જીવતા કારતુસ સાથે ઝડપી મોરબી એ ડિવિઝન ખાતે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો રજી. કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.