Abtak Media Google News

એરપોર્ટની સિકયુરિટીમાં કયાં છીંડા છે પોલીસ દ્વારા તપાસ: રિક્ષા ચાલકના પાંચ દિવસના રિમાન્ડ મંગાયા

એરપોર્ટના રન-વે પર નશો કરેલી હાલતમાં રિક્ષા સાથે ધસી આવેલા શખ્સ સામે બીજાના મોતનું કારણ બની શકે તેવી પરિસ્થિતી ઉભી કરવા અંગેનો ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. પી.એસ.આઇ. જે.જી.જાડેજા ફરિયાદી બની રિક્ષા ચાલકની જેમ આંતકવાદી રન-વે પર ઘસી આવે તેવી દહેશત વ્યક્ત કરી એરપોર્ટની સિક્યુરિટીમાં કયાં છીંડા છે. તે અંગે તપાસ હાથધરી છે. રિક્ષા ચાલકને પાંચ દિવસના રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજુ કરવામાં આવ્યો છે.

રાજકોટ શહેર એરપોર્ટ ખાતે સુરક્ષામાં મોટી ચૂક થઇ હોવાનું સામે આવ્યું છે. સીઆઈએસએફની અભેદ સુરક્ષાને ભેદી એક રીક્ષા ચાલક વીઆઇપી ગેટ તોડી રિક્ષા સાથે રન-વે પર ઉભેલી ફ્લાઈટ સુધી પહોંચી ગયો હતો. ઘટનાને પગલે ફરજ પર હાજર સી.આઇએસ.એફ જવાનોએ તેને અટકાવી ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી. જ્યારે તેની પ્રાથમિક પૂછતાછ કરતા તે વિમાનમાં આતંકીઓને પકડવા થતો હોવાની કબુલાત આપતા થોડા સમય માટે અફડાતફડી મચી જવા પામી હતી.બાદ રિક્ષા ચાલક નશાની હાલમાં હોવાનું સામે આવ્યું હતું. જેને લઇને સી.આઇ.એસ.એફ દ્વારા તેનો કબજો સ્થાનિક પોલીસને સોપતા ગાંધીગ્રામ પોલીસે તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગત અનુસાર ગઈકાલ સાંજના ચાર વાગ્યા આસપાસ ઇન્ડિગોની બેંગ્લોર જતી ફ્લાઈટ ઉડાન ભરવાની તૈયારી હતી. દરમિયાન આ સમયે નશામાં ધૂત દીપક જેઠવા નામનો રિક્ષા ચાલક રિક્ષા સાથે એરપોર્ટના વીઆઇપી એન્ટ્રી ગેટ તોડી રીક્ષા પાછળના ડેલા સાથે અથડાઈ હતી. આ દરમિયાન પાછળના ડેલા સાથે અથડાતા રીક્ષા રન-વે પર ઉભેલી ફ્લાઇટ પાસે પહોંચી ગઈ હતી.જો કે, આ ઘટનાને લઇ ફરજ પર તૈનાત સી.આઇ.એસ.એફના જવાનો દોડ્યા હતા અને દિપક જેઠવા નામનો રિક્ષા ચાલકને રિક્ષા સાથે ઝડપી લેવામાં આવ્યો હતો અને ગાંધીગ્રામ પોલીસ તેની પુછપરછ કરી હતી.પોલીસની પ્રાથમિક તપાસમાં ઝડપાયેલો શખસ દારૂના નશામાં હોવાનું જાણવા મળ્યું હતું.

આ સાથે જ ફ્લાઈટમાં સવાર તમામ મુસાફરોને ઉતારી સુરક્ષા માટે બધાનો સામનો સહિતની વસ્તુઓની ફેર ચકાસણી કરવામાં આવી હતી. આ કારણે ફ્લાઈટ તેના નિયત સમય કરતા મોડી પડી હતી. ત્યારે આ મામલે એરપોર્ટની સુરક્ષા સામે સવાલો ઉઠી રહ્યા છે.બનાવ પગલે રાજકોટ શહેર એસ.ઓ.જી પોલીસ, બોમ્બ સ્ક્વોર્ડ અને ડોગ સ્ક્વોર્ડ સહિતનો કાફલો એરપોર્ટ પહોંચી તપાસમાં જોડાયો હતી.હાલ ગાંધીગ્રામ પોલીસે આરોપી દીપક જેઠવા વિરુદ્ધ પોલીસ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.