Abtak Media Google News

દિલ્લીની CISFના ઉચ્ચ અધિકારીની ટીમના રાજકોટમાં ધામા : બેદરકારી અંગે સઘન તપાસ

એરપોર્ટ ખાતે બે દિવસ પૂર્વે એક રિક્ષાચાલક વીઆઇપી ગેઇટ તોડી એરપોર્ટના રનવે પર રહેલા પ્લેન સુધી પહોંચી ચુકયો હતો તેના પડઘા હાલ દિલ્લી સુધી પહોંચ્યા છે. આ ઘટના મામલે દિલ્હીની સીઆઈએસએફ ટીમ આજે રાજકોટ તપાસ માટે આવી પહોંચી છે.અને સિક્યુરિટી માં બેદરકારી અંગે અલગ અલગ સીસીટીવી ફૂટેજ ચકાસી વધુ પુછપરછ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે,પોલીસ અને સીઆઈએસએફ ટીમે દ્વારા ઘટના સમયે જ રીક્ષા ચાલકની ધરપકડ કરી રિમાન્ડ પર લીધો હતો. ત્યારે તે નશા ની હાલતમાં જોવા મળ્યો હતો.પોલીસે પૂછતાછ કરતા પોતે નશાની હાલતમાં હોવાથી રિક્ષા રન વે પર જતી રહી હોવાની કબૂલાત આપી હતી.જ્યાર બાદ તેને જેલ હવાલે કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ શહેરમાં ગત રવિવારના રોજ બપોરના સમયે જીજે.03.બીવાય.7403 નંબરની રીક્ષા લઇ રિક્ષાચાલક દિપક જેઠવા વીઆઇપી ગેઇટ તોડી રનવે પર લેન્ડ થયેલી ફ્લાઇટ નજીક પહોંચી ગયો હતો. અને જેના કારણે એરપોર્ટની સુરક્ષામાં મોટી ચૂક હોવાનું સામે આવ્યું હતું જેને લઇ આજે સીઆઈએસએફના ઉચ્ચ અધિકારીઓ રાજકોટ એરપોર્ટ દોડી આવ્યા છે અને તેમના દ્વારા દ્વારા એરપોર્ટ પર લગાવવામાં આવેલ જુદા જુદા સીસીટીવી ફૂટેજ ચકાસવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ સાથે સાથે જે કર્મચારીઓની ફરજ હતી તેઓની પણ પુછપરછ કરવામાં આવી છે.અને તપાસના અંતે કડક કાર્યવાહીના આદેશ આવી રહ્યા છે.

જ્યારે બનાવ બન્યા બાદ એરપોર્ટના પ્રવેશ ગેઇટ થી શરૂ કરી વીઆઇપી ગેઇટ સુધી બેરીગેટ મૂકી દેવામાં આવ્યા છે જેના કારણે કોઈ પણ વાહન ઝડપ ભેર આગળ અંદર પ્રવેશી ન શકે બીજી તરફ અકસ્માત થયા બાદ હવે વીઆઇપી ગેઇટનું સમારકામ કરી દેવામાં આવ્યું છે.ઉલ્લેખનીય છે કે રાજકોટ એરપોર્ટ બનેલી આ ઘટના પગલે સીઆઈએસએફના જવાનો દ્વારા રિક્ષાચાલકને ગાંધીગ્રામ પોલીસને સોંપવામાં આવ્યો હતો જેની સામે જુદી જુદી કલમો હેઠળ ફરિયાદ નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી અને હાલ તેને જેલ હવાલે કરવામાં આવ્યો છે. જ્યારે એરપોર્ટ પર ફરજ બજાવતા સીઆઈએસએફના જવાનો કે કોઈ અન્યને લઈ ફરજમાં બેદરકારી સામે આવે આવશે તો તેની સામે ટૂંક સમયમાં જ કડક કાર્યવાહીના નિર્દેશ મળી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.