Abtak Media Google News

સૌરાષ્ટ્રની પ્રથમ દરજજાની ઓખા પોષ્ટ ઓફીસની હાલત ઘણા સમયથી કથળેલી જોવા મળે છે. કર્મચારીની ઘટ, કોમ્પ્યુટર બંધ, ટેકનીકલ ફોલ્ટથી તમામ સેવાઓ બંધ, નેટ સેવા બંધ જેવી અનેક સમસ્યાથી એજન્ટો અને ગ્રાહકો પરેશાન થઈ ઉઠે છે. છેલ્લા થોડા સમયથી અહીના પોષ્ટ માસ્તરની બદલી થવાથી અહી પોષ્ટમાસ્તર વગરની જ પોષ્ટ ઓફીસ ચાલે છે.

Advertisement

છેલ્લા સાત દિવસથી ટેકનીકલ ફોલ્ટના કારણે કેસની લેતી દેતી સદતર બંધ રહેતા ગ્રાહકો અને એજન્ટો પોતાના રોકડ રકમ લઈ ને દરરોજ સવારથી સાંજ લાઈનમાં ઉભા રહી રોકડ રકમ પાછી ઘરે લઈ જાય છે. અહી નેટ સર્વીસના કારણે પણ અનેક સમસ્યા સર્જાય છે. અને કાયમ માટે કોમ્પ્યુટરની કામગીરી બંધ થતી જોવા મળે છે. આ અંગે જામનગર, રાજકોટ, અમદાવાદ તથા ગાંધીનગર સુધી ઉચ્ચ અધિકારીઓને અનેક રજૂઆતો કરતા કોઈ જ કાર્યવાહી થતી નથી અને એક જ જવાબ મળે છે. થોડા સમયમાં ચાલુ થઈ જશે.

ઓખા પોષ્ટની સવથી મોટી ક‚રૂણતા એ છે કે અહી કરોડો ‚રૂપીયાનું ટ્રાન્જેકશન થાય છે. અને આટલી મોટી પોષ્ટ ઓફીસમાં અકે પણ સીસી ટીવી કેમેરો લગાવેલ નથી જે આ સરકારી તંત્રની ઘોર બેદરકારી ગણાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.