Abtak Media Google News
  • 1911માં પ્રથમવાર આ  દિવસને દશ લાખ લોકોનું  સમર્થન મળ્યુ હતુ: લિંગ સમાન  વિશ્વની કલ્પના કરો, પૂર્વગ્રહ અને ભેદભાવથી મુકત વિશ્વ: આપણે સૌ સાથે મળીને મહિલા સમાનતાનું નિર્માણ કરીએ
  • આ વર્ષની થીમ ‘મહિલાઓનાં  સંર્વાગી વિકાસ માટે  ભંડોળ વધારીને, તેની પ્રગતિને  વેગ આપો
  • યુનાઈટેડ સ્ટેટસે 1908માં ન્યુયોર્કમાં ગારમેન્ટ વર્કરની હડતાલની યાદમાં 1909 પ્રથમ રાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવ્યો હતો: વૈશ્વિક સ્તરે 1975થી આ દિવસ ઉજવાય છે: જાંબલી, લીલો અને સફેદ રંગ  મહિલા દિવસનું પ્રતિક: વિશ્વના ઘણા દેશોમાં આ દિવસે જાહેર રજા હોય છે

Q7Bq5Xvl Satyadaykaran 60

દર વર્ષે 8મી માર્ચે  1909થી આ મહિલા દિવસ રાષ્ટ્રીય કક્ષાએ  વિશ્વના ઘણા દેશોમાા   ઉજવાતો  આવ્યો છે, પણ 1975થી વિશ્વ ફલક પર આ મહિલા દિવસ ઉજવાય રહ્યો છે. આ વર્ષની  ઉજવણી થીમ ઈન્સ્પાયર ઈન્કલુઝન છે.  થીમનો હેતુ મહિલાઓનાં સંર્વાગી વિકાસ માટે દુનિયાના બધા દેશોેએ ભંડોળ વધારીને તેની પ્રગતિ સફળતાને વેગ આપવો જોઈએ. મહિલાઓની સામાજીક, આર્થિક,સાંસ્કૃતિક અને રાજકીય સિધ્ધીઓની ઉજવણી કરવાનો વૈશ્વિક દિવસ છે. આજથી વર્ષો પહેલા  1911માં આ દિવસને  દસ લાખ લોકોનું સમર્થન  મળેલ હતુ.   લિંગ સમાન વિશ્વની કલ્પના  કરીને પૂર્વગ્રહ અને ભેદભાવથી મૂકત વિશ્વ બનાવવા સૌની ભાગીદારી આવશ્યક છે. આપણે બધા એ સાથે  મળીને મહિલા સમાનતાનું નિર્માણ  કરવું જ પડશે.

પુરૂષ પ્રધાન   આપણા દેશ ભારતમાં મા-બાપો જ  પોતાના પુત્રો પુત્રી વચ્ચે ભેદ ભાવ  કે જેન્ડર બાયસ રાખી રહ્યા છે. વિશ્વના ઘણા દેશોમાં આજના દિવસે રજા રાખવામા આવે છે. મહિલાઓને તેના માનવ અધિકારો સાથે માન સન્માન, કાર્યમાં સહયોગ, કૃતજ્ઞતા, આત્મવિશ્ર્વાસમાાં વધારો, પ્રેમ વિશ્ર્વાસ જેવી ઘણી અપેક્ષા અન્ય  પાસેથી આશા રાખે છે. નામ ઉપરથી જ આ દિવસ મહિલાઓને  સમર્પિત છે. આ દિવસે આપણે સૌ એવી મહિલાને યાદ કરીએ જેણે વૈશ્વિક ફલક પર પોતાની અમીટ છાપ છોડી છે. આ વર્ષનો ધીમનો ઉદેશપણ મહિલાઓને સમાન અધિકાર અને સન્માન મળે  તેવો છે.પ્રખ્યાત જર્મન એકિટવિસ્ટ કલેરા જેટકીનના પ્રયત્નોને  કારણે આંતરરાષ્ટ્રીય સમાજવાદીકોંગ્રેસે 1910માં આ દિવસની ઉજવણી કરવા મંજુરી  આપી હતી  1911માં વિશ્વમાં પ્રથમવાર ઓસ્ટ્રયા, ડેનમાર્ક, જર્મની અને સ્વિટ્ઝર્લેન્ડમાં  મહિલા દિવસ ઉજવાયો હતો. પહેલા  19મી માર્ચે  આ દિવસ ઉજવાતો પણ,  1921થી તારીખમાં ફેરફાર કરીને  8મી માર્ચ કરવામાં આવી હતી. મહિલાઓની ઉજવણીનો આ દિવસનો   ઈતિહાસ  100 વર્ષથી વધુનો છે. આ દિવસ ઉજવણીનો મુખ્ય હેતુ મહિલાઓ પ્રત્યેના  ભેદભાવ દૂર કરવાનો છે.Womens Day 2024 Dates 65D88D70986Dc 1

1900ની સાલમાં ન્યુયોર્કસીટીમાં મહિલાઓ સારી કામ કરવાની સ્થિતિ,  ટુકાકલાકો, સારો પગાર અને મતદાનના અધિકારની માંગ સાથે શેરીઓમાં ઉતરી પડી હતી તેમની આ હિંમતભરી ક્રિયાઓએ એક ચળવળને વેગ આપ્યો, જે આખરે વિશ્વ  મહિલા દિવસની સ્થાપના તરફ દોરી જાય છે. આજે  વિશ્વના લગભગ બધા દેશોમાં ઉજવાતો  આ દિવસ મહિલાઓનાં સતત પડકાર ભર્યા જીવન અને  અસમાનતાપર પ્રકાશ પાડે છે. આજે   પણ લિંગ  આધારિત હિંસા,   શિક્ષણ અને  આરોગ્ય સંભાળની અસમાન પહોચ અને મર્યાદિત તકો જેવી બાબતનો સામનો કરે છે.

મહિલા દિવસના પ્રતિક રંગોમાં  લીલો રંગ  આશાનું પ્રતિક, જાંબલી  રંગ ન્યાય અને ગૌરવ દર્શાવે છે, જયારે સફેદ રંગ શુધ્ધતાનું પ્રતિનિધિત્વ કરે છે.  આ રંગોનો ખ્યાલ 1908માં યુકેમાં વિમેન્સ સોશિયલ  એન્ડ  પોલિટિકલ યુનિયનમાંથક્ષ રંગોની ઉત્પતિ થઈ હતી. આ દિવસ મહિલાઓની સિધ્ધી ઓળખવાનો પણ દિવસ છે. મહિલાઓનાં વિકાસ આડે વૈશ્વિક સ્તરે  મુખ્ય પાંચ ક્ષેત્રોમાં સંયુકત પગલાની જરૂર છે. જેમાં મહિલાઓનાં વિકાસ માટે વધુ ભંડોળ અને   માનવ અધિકારો, ગરીબીનો અંત, લિંગ પ્રતિભાવ ધિરાણનો અમલ, હરિયાળી અર્થ વ્યવસ્થા અને સંભાળ તેમજ નારીવાદી પરિવર્તન જેવા મુદાનો સમાવેશ થાય છે. સમગ્ર વિશ્વએ  2030 સૂધીમાં લિંગ  આધારીત  હિંસાનો   અંત લાવવા વચન આપેલ છે,  કે લક્ષ્યાંક છે.Happy International Women S Day 2024

વિશ્વ મહિલા દિવસ લિંગ  સમાનતા માટે ચાલી રહેલ લડાઈ   પરત્વે ધ્યાન દોરવાનો છે. મહિલાઓને આજે 21મી સદીમાં પણ સમાન વેતન, નેતૃત્વ અને  શિક્ષણ જેવા ઘણા ક્ષેત્રોમાં પડકારો અને  ભેદભાવનો સામનો કરવો પડે છે.   તેમને સમાન  અધિકારો અને સામુહિક શકિતને પ્રોત્સાહન મળે તેવું વાતાવરણ નિર્માણ કરવું પડશે. આપણા  દેશમાં પ્રાચિન કાળથી નારી શકિતની પૂજા થાય છે. દેશે હંમેશા તેને આદર અને ગૌરવ પ્રદાન કરેલ છે. આપણાં પ્રાચિન વેદો અને  ઉપનિષદોએ નારીની મહત્તા વધારી છે. આપણી ઋષી પરંપરામાં પણ તેને દેવીનો દરજજો આપેલ છે.New International Womens Day Feature Image

પ્રાચિન કાળથી આજ દિવસ સુધી મહિલાઓએ  દેશના વિકાસમાં મહત્વનું યોગદાન   આપ્યું છે. જે કર ઝુલાવે પારણું, તે જગત પર સાસન કરે.મહિલાઓનાં સંર્વાગી વિકાસ માટે આર્થિક સશકિતકરણનું નિર્માણ, વિવિધ પ્રતિભાવોની ભરતી, વિકાસ, મહિલાઓ અને છોકરીઓને નેતૃત્વ, નિર્ણયો  લેવા  સાથે બિઝનેશ અને ટીમ વર્કને મદદ કરવી જ જોઈએ. મહિલાઓની જરૂરીયાતને સંતોષવા વહીવટી માળખાની રચના અને નિર્માણ કરવા,  તેના સ્વાસ્થ્ય માટે માહિતગાર માટે સ્વનિર્ણય લઈ શકે તેવું વાતાવરણ પુરૂ પાડવું જોઈએે. સર્જનાત્મક અને કલાત્મક પ્રતિભાને સૌએ   પ્રોત્સાહન આપ્યું અને રમતગમતમાં મહિલાઓ, છોકરીઓની ભાગીદારી વધારવી. તેની તમામ પ્રગતિને   ટેકો આપવો અને વિવિધ ક્ષેત્રોમાં   પ્રગતિના  દ્વાર ખોલી આપવા જોઈએ.Thequint 2024 03 95E97F9D 9826 439F B7Df F96E7C57C971 International Women S Day 2024

મહિલાઓ સમાજનું અભિન્ન અગ છે, સ્ત્રીઓને પુરૂષો જેટલુ સન્માન મળતું નથી. ભારતીય બંધારણ મુજબ તેને ઘણા માનવીય હકકો આપવામાં આવેલ છે. આ મહિલાઓનાં અધિકારો વિશે દરેક મહિલાએ   જાણવું જરૂરી છે. તેમના હકકોમાં  સમાન વેતનનો અધિકાર, માતૃત્વ સંબંધી લાભનો અધિકાર, નામ અને ઓળખ ગુપ્ત રાખવાનો અધિકાર, મફત કાનુની સહાયનો  અધિકાર અને  રાત્રે ધરપકડથી બચવાનો અધિકાર જેવા ઘણા અધિકારો આપવામાં આવ્યા છે.Screenshot 2023 03 06 120912 2

વિશ્વ મહિલા દિવસને જાંબલી રંગ સાથે શું છે સંબંધ?

સમગ્ર વિશ્વમાં જાંબલી રંગ ન્યાય અને  ગૌરવનું પ્રતિક ગણાય છે. મહિલા દિવસે આ રંગ વિશ્વની તમામ મહિલાઓની એકતા  દર્શાવે છે. આ સિવાયના બીજા બે રંગો સફેદ અને  લીલો પણ તેનું  પ્રતિક છે.   સફેદ રંગ શુધ્ધતાનું પ્રતિક અને લીલો રંગ આશા અને   ખુશી સાથે જોડાયેલ છે. આ રંગ પ્રતિકો  મહિલાના જીવનમાં મહત્વની ભૂમિકા ભજવતાં હોવાથી મહિલા દિવસની ઉજવણીમાં તે કલરનો ડ્રેસ કોડ પણ રાખવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.