Abtak Media Google News

એસી કાર અને એસી ચેમ્બરમાં હર્તા ફરતા અધિકારીઓ ક્યારેય સામાન્ય જનતાની લાગણી સમજી શકશે નહી. દરરોજ ખરાબ રસ્તા અને ગટરની સમસ્યાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જામનગર મહાનગર પાલિકા દ્વારા કરોડો રૂપિયા ખર્ચ કરીને શહેરની સુખાકારી માટે કર્યો કરવામાં આવે છે, પરંતુ હકીકતમાં લોકોની હાલાકીમાં જરાય ઘટાડો થયો નથી.

Advertisement

જામનગર હાપા વિસ્તારમાં આવાસ તરફ જતા રસ્તામાં એક વર્ષ પહેલા ડામર રોડનું કામ કરવામાં આવ્યું હતું પરંતુ રોડનું ક્યાય નામો નિશાન તો નથી સાથે ગટર પણ ખુલ્લી પડી છે, ત્યાં આ રીક્ષા એમાં જઈને ખાબકી હતી. પોતાની રીક્ષા આમાં અટવાઈ જતા તેનું દુ:ખ આ ભાઈના મોઢા પર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.