Abtak Media Google News

સામાકાંઠા વિસ્તારનાં તમામ વૈષ્ણવો દર્શન કરી ધન્યતા અનુભવશે: ત્રણ દિવસીય પંચામૃત મહોત્સવમાં કથાનું રસપાન અને 31 ઓગષ્ટથી લીલી પરિક્રમાના ભવ્ય આયોજનનો ત્રિવેણી સંગમ

રાજકોટના અટલ બિહારી બાજપાઈ ઓડીટોરીયમ સેટેલાઈટ ચોક, પેડક રોડ ખાતે સામાકાંઠાના વિસ્તારમાં સૌ પ્રથમવાર સેવા સત્સંગ અને સ્વાધ્યાયના પ્રતિક સ્વરૂપ પુષ્ટિધામ હવેલીના નવ નિર્માણના ઉપલક્ષમાં તેમજ શ્રી વલ્લભીય વ્રજયાત્રા 2019ના અનુસંધાનમાં શ્રી મહાપ્રભુજીના વંશાવશત વૈષ્ણવ હૃદય સમ્રાટ ગૌસ્વામી રાજેશકુમારજી મહારાજના આત્મજ વૈષ્ણવાચાર્ય ગૌસ્વામી કૃષ્ણકુમારજી મહોદયની પ્રેરણાથી ગોસ્વામી કુંજેશકુમારજી મહોદયની રસાત્મક વાણીમાં ‘પુષ્ટિ પંચામૃત મહોત્સવ’નું આયોજન રાજકોટ વૈષ્ણવ સમિતિ દ્વારા કરવામાં આવેલ છે.

આ કાર્યક્રમની શરૂઆત દિપપ્રાગટયથી શરૂ કરવામાં આવી હતી અને ત્યારબાદ વૈષ્ણઆચાર્ય દ્વારા જ વૈષ્ણવોને તેમના મંગલ વચનો સંભળાવીને લોકોને ધર્મની પ્રતિતી કરાવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા હતા.

અબતક સાથેની વાતચીતમાં વૈષ્ણવ આચાર્ય પ.પૂ. ગૌસ્વામી કૃષ્ણકુમારજી મહોદયશ્રીએ જણાવ્યું કે રાજકોટના સામાકાંઠા વિસ્તારની અંદર પુષ્ટી પંચામૃત મહોત્સવનું આયોજન ખૂબ આનંદથી સંપન્ન થવા જઈ રહ્યું છે. આ મંગલ કાર્યના પ્રારંભથી સંપૂર્ણ વૈષ્ણવ સંપ્રદાય તેનો લાભ લઈ રહ્યું છે. આ કાર્યક્રમની અંદર પુષ્ટીધામ સેવા સમિતિના સર્વે કાર્યકર્તાઓએ ખૂબજ સુંદર પ્રચાર પ્રસાર કર્યો છે.જેથી વૈષ્ણવ લોકો એનો લાભ લઈ શકે આ પુષ્ટિધામ હવેલીનું નવનિર્માણ થતા રાજકોટના પૂર્વ વિસ્તારમાં આવેલા વૈષ્ણવોને મોટો લાભ થશે. આ સુંદર વિસ્તારની અંદર પુષ્ટિધામ હવેલીનું નિર્માણ થવા જઈ રહ્યું છે. અને હવેલીની જગ્યા અને આ પુષ્ટી હવેલીમાં લોકો દર્શનાર્થીઓ આવે તેવી મનોકામના છે. સાથે ત્રી દિવસીય પુષ્ટી પંચામૃત મહોત્સવના પ્રારંભની સાથે પુષ્ટીધામ હવેલીનો પણ પ્રચાર અને સેવારાયનો પ્રયત્ન છે. અને સાથે 84 કોષની લીલી પરીક્રમાનું આયોજન કડી અમદાવાદના ગૂરૂ દ્વારા થઈ રહ્યું છે. અને આ વર્ષ આ એક જ લીલી પરીક્રમા છે. તો વૈષ્ણવસંપ્રદાયની અંદર અનેરો લાહવો છે.

અબતક સાથેની વાતચીતમાં પૂર્વ કોર્પોરેટર વૈષ્ણ અગ્રણી સુરેશ રૈયાણીએ જણાવ્યું કે રાજકોટની અંદર સમગ્ર પુષ્ટી જીવનના કલ્યાણ અર્થે અને સામાકાંઠાના લોકોના લાભાર્થે દરેક વૈષ્ણવો દર્શન કરી ધન્યતા અનુભવે તે માટે પુષ્ટીધામ હવેલીનું નિર્માણ થવા જઈ રહ્યું છે. તે પ્રસંગે આજે એક ત્રીવેણી સંગમ ઉભો થવાનો છે. હરીના મુખે કથા પુષ્ટીધામ હવેલીનું નવનિર્માણ અને લીલી પરિક્રમાનું આયોજન આ ત્રિવેણી સંગમ ભેગો થાય અને ત્યારે આપણા રાજકોટના તમામ વૈષ્ણવજનોને તમામ ધાર્મિક લોકોને ત્રીવેણી સંગમની અંદર લાભ લેવાના એક અનેરા અવસર પ્રાપ્ત થયો છે. તે પ્રસંગે સમગ્ર વૈષ્ણવ ધાર્મિક જનોને આ પ્રસંગની અંદર ત્રણ દિવસ બપોરે 3 થી છ જે કાર્યક્રમ છે. તેમો લાભ લેવાસર્વે વૈષ્ણવજનોને અનુરોધ છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.