Abtak Media Google News

પ્રથમવાર નવરાત્રી મહોત્સવ ઉજવવા ‘રઘુવંશી પરિવાર’માં થનગનાટ

‘અબતક’ને અપાઈ વિસ્તૃત વિગતો

‘ખેલો રઘુવંશી ખેલો’

આગામી તા.૧૦/૧૦ થી ૧૯/૧૦ સુધી રઘુવંશી સમાજમાં, આવનાર નવરાત્રીને ઉજવવાની અને મન ભરીને રમવાની આનંદની હેલી ચડી છે. સમાજ સેવાથી સમાજમાં પ્રિય અને સમાજનું પોતીકુ એવું ‘રઘુવંશી પરિવાર’ પ્રથમવાર નવરાત્રી મહોત્સવ ઉજવવા થનગની રહ્યું છે ત્યારે આ પરિવારના સભ્યો આયોજન નકકી થતા જ ઝુમી ઉઠયા છે.

Advertisement

સમગ્ર વિશ્વના ૩૦ લાખ રઘુવંશીઓનું ‘પાટનગર એટલે રાજકોટ’, સમગ્ર વિશ્વમાં લોહાણા જ્ઞાતિની સૌથી વધારે વસ્તી રાજકોટ શહેરમાં વસવાટ કરે છે ત્યારે સમાજ સેવાનો પર્યાય બની ચુકેલા રઘુવંશી પરીવારે જ્ઞાતિ સમાજના કલ્યાણ અર્થે અંદાજે ૩૦ હજાર જેટલા રઘુવંશીઓ માટે માં અમૃતમ કાર્ડ કઢાવી આપેલ છે. તેમજ અસંખ્ય રઘુવંશી યુવક-યુવતીઓને થેલેસેમીયા ટેસ્ટ પણ ફ્રીમાં કરાવી આપેલ છે.

તદઉપરાંત પૂજય વીરદાદા જસરાજજીની પુણ્યતિથિ નિમિતે દર વર્ષે તારીખ ૨૨મી જાન્યુઆરીના રોજ રાજકોટના હાર્દસમા રેસકોર્સ મેદાનમાં વીરદાદા જસરાજજી નગરની રચના કરી સમસ્ત લોહાણા જ્ઞાતિ નાત જમણ (મહાપ્રસાદ)નું દિવ્ય આયોજન કરવામાં આવે છે. તેમજ રામનવમી તથા જલારામ જયંતિ જેવા ધાર્મિક ઉત્સવોનું પણ દિવ્ય અને ભવ્ય આયોજન રઘુવંશી પરીવાર દ્વારા કરવામાં આવે છે.

રઘુવંશી પરીવાર ‘ફન કલબ’ દ્વારા સમાજના સાંસ્કૃતિક ક્ષેત્રે જાગૃત લોકો માટે મનોરંજનથી ભરપુર હસાયરા, ગુજરાતી નાટક, મ્યુઝીકલ નાઈટ તથા સ્નેહ મિલન જેવા અસંખ્ય કાર્યક્રમ થકી સમાજમાં એકતા લાવવાના પ્રયાસ કરવામાં આવે છે. રઘુવંશી પરીવાર મહિલા સમિતિ દ્વારા સમાજની અનેક દીકરીઓ તથા બહેનોને સમર ટ્રેનિંગ કલાસીસ, વેશભુષા હરીફાઈ, વકતૃત્વ સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, મહેંદી સ્પર્ધા તેમજ અન્ય ઘણી બધી પ્રવૃતિઓ દ્વારા પ્રોત્સાહિત કરે છે.

રઘુવંશી પરીવારની યુવા ટીમ વડીલોના આશીર્વાદ તથા માર્ગદર્શન દ્વારા એક નવુ પગરણ માંડી રહી છે અને એ છે નવરાત્રી મહોત્સવ. રાજકોટના રઘુવંશી યુવાધનનો થનગનાટ હવે નવરાત્રી મહોત્સવમાં સાતમાં આસમાને પહોંચશે. વિશાળ ગ્રાઉન્ડ, ઉચ્ચ કક્ષાની હાઈટેક સાઉન્ડ સીસ્ટમ, ગુજરાતના નામાંકિત ઓરકેસ્ટ્રા તથા ગાયકોની ટીમ તેમજ લાખેણા ઈનામોની હારમાળા યોજશે. રાજકોટમાં ઉજવાતી નવરાત્રીમાં અકિલા રઘુવંશી પરીવારની એન્ટ્રી થતા જ ખેલૈયાઓમાં કાલે જ નવરાત્રી આવે તો રમી લઈએ, એવો ઉત્સાહ વ્યાપી ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.