Abtak Media Google News

સંતરામપુર તાલુકાના વડીયા ગામની ગોઝારી ઘટના મહિલા અને બે બાળકીઓના મોત નીપજયાં….

સંતરામપુર તાલુકાના વડીયા ગામની પરણીત મહિલા કે જે પોતાના ઘર થી નજીકમાં આવેલ કુવામાંથી મહિલાએ અને તેની બે માસુમ બાળકી ઓ સાથે મૃતક હાલતમાં કૂવામાંથી મળી આવી.

પરણિત યુવા મહિલા પોતાની બે માસુમ બાળકીઓ સાથે કુવા માથી   મૃત અવસ્થામાં  પોલીસને મળી  આવતા ઘટના સ્થળ ઉપરના દ્શ્યો જોઈને કઠણ માણસનું હૃદય પણ કંપી જાય તેવી કરુણ ઘટના એ સ્થળ ઉપર ઉપસ્થિત સૌ કોઈને રડાવી દીધા હતા.

મહિલા સુરક્ષા અને ” બેટી બચાવો બેટી પઢાવો,”  ના નારાઓ વચ્ચે આ કમકમાટી ભરી ઘટના બહાર આવતા સૌ કોઈના હદય કંપી ગયા હતા

ગીતાબેન પ્રવીણભાઈ ડોડીયાર ઉં.વ 30ની મહિલા અને પોતાની બે બાળકીઓ દિપીકા અને દિવ્યા સાથે કૂવામાંથી એક સાથે ત્રણ-ત્રણ મૃતક લાશો મળી આવતા  માનવીનું હૃદય કંપી જાય તેવી ઘટના માટે કોણ નિમિત છે..?? આ ઘટના  બનાવા  પાછળ શું હકીકત છે તેવી લોક ચર્ચા ઓ સાથે પોલીસ માટે તપાસનો વિષય બન્યો છે…

સંતરામપુર તાલુકાના વડીયા ગામની પરણીત મહિલા કે જે પોતાના ઘર થી નજીકમાં સાંગાવાડા ગામના વાડીમાં આવેલ કુવામાંથી મહિલા અને તેની એક ત્રણ વર્ષની અને એક દોઢ વર્ષની એમ બે માસુમ બાળકી ઓ સાથે મૃતક હાલતમાં કૂવામાંથી મળી આવી હતી, સ્થળ ઉપર ગઇકાલે બપોરે એક બાળકી કુવામાંથી મૃતક હાલતમાં બહાર કાઢી હતી, સાંજે બીજી બાળકી પણ મૃતક મળી આવી હતી. મહિલાનાં ચપલ કુવામાં તરતાં હતા  આજે સવારે  કૂવામાંથી મહિલા પણ મૃતક હાલત માં મળી આવી હતી માતા અને બે બાળકીઓ એકજ કુવામાં થી મળી આવી હતી.

એક સાથે ત્રણ મોત નાં કરુણ બનાવવાની  ઘટનાએ સૌ કોઈને હચમચાવી દીધા હતા…

મળતી માહિતી મુજબ મહિલા વડીયા ગામની પરણીતા હતી જેનું પીયર ભેણદરા ગામ હોવાનું જાણવા મળેલ છે સંતરામપુર પોલીસે ઘટના સ્થળે પહોંચીને માતા અને બે બાળકીઓને બહાર કઢાવીને તેની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.