Abtak Media Google News

સરકારની ઉચ્ચતર માધ્યમિક શાળા સરલા તા.મુળી જી.સુરેન્દ્રનગર ખાતે તા.૨૫ને શુક્રવારના રોજ ‘પબજી ગેમની નકારાત્મક અસરો’ વિશે વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું. આ પ્રસંગે સરકારી ઉ.મા.શાળા ખોડુના શિક્ષક સંજયભાઈ રામોલિયા દ્વારા શાળાના વિદ્યાર્થીઓને ગેમ્સની થતાં નુકશાન વિશે, પબજી ગેમની અભ્યાસ પર પડતી અસરો વિશે તેમજ ભારતીય રમતોના મહત્વ વિશે રસપ્રદ માહિતી આપી હતી.

રામોલીયાએ ગેમ વિશ્વતિહાસ, ભારતના યુવાધનને બરબાદ કરતી ગેમ્સ વિશે રસપ્રદ વ્યાખ્યાન આપ્યું હતું. કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક વારિસભાઈ ભટ્ટાએ કર્યું હતું. મહેમાનનું શાબ્દિક સ્વાગત શાળાના આચાર્ય ડો.ડી.ડી.પરમારે તથા આભારવિધિ શાળાના શિક્ષક આર.એન.પ્રજાપતિએ કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા સી.ડી.પટેલ સહિતના શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.