Abtak Media Google News

હોટલે ઉભા રહેલા અમદાવાદી પરિવારને નડયો અકસ્માત

ચોટીલાસાયલા માર્ગ પર આવેલી અલંકાર હોટલ પાસે એસ.ટી.બસે પાર્ક કરેલી બોલેરો જીપને હડફેટે લેતા
પ્રૌઢનું મોત નિપજતા અમદાવાદના પરિવારમાં શોકનું મોજું ફેલાયું છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ અમદાવાદ ખાતે રહેતા કિશનભાઈ ભુરાભાઈ ગૌસ્વામી સહિત જીજે ૧ બીયુ ૮૨૩૬ નંબરની બોલેરો પીકઅપ વાન લઈને અમદાવાદ પરત ફરી રહ્યા હતા ત્યારે સાયલા નજીક આવેલી અલંકાર હોટલ પાસે જીપ ઉભી રાખી હતી.

ત્યારે પુરપાટ ઝડપે આવતી જીજે ૧૮ ઝેડ ૧૩૪ નંબરની એસ.ટી.બસે બોલેરોને ઠોકરે લેતા જેમાં સવાર પ્રદીપ ગોપાલ સેણીને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવેલા જયાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા પરિવારમાં શોકનું મોજુ ફેલાયું છે. આ બનાવમાં સાયલા પોલીસ મથકના સ્ટાફે એસ.ટી.ના ચાલક સામે ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથધરી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.