Abtak Media Google News

પાટીદાર અનામત આંદોલનનાં પ્રણેતા હાર્દિક પટેલને આપવામાં આવેલી વાય કેટેગરીની સુરક્ષા ગૃહ મંત્રાલય દ્વારા પાછી ખેંચી લેવાતા વિવાદ સર્જાયો છે. જો કે હાર્દિકે ગૃહ મંત્રાલયના આ નિર્ણયને પોતાને મારી નાખવાની યોજના ગણાવતા આવનાર દિવસોમાં સુરક્ષાનો મુદ્દો વધુ વિવાદીત બને તેવા સંકેતો મળી રહ્યા છે.

પાટીદાર અનામતને લઇ ૨૦૧૭ની વિધાનસભા ચુંટણીમાં સતત પ્રવાસો કરનાર પાટીદાર નેતા હાર્દિક પટેલને વાય કેટેગરીની સુરક્ષા આપવામાં આવી હતી પરંતુ તાજેતરમાં ગૃહમંત્રાલય દ્વારા હાર્દિક પટેલની સુરક્ષાને લઇ મુલ્યાંકનના આધારે સુરક્ષા પાછી ખેચવામાં આવી છે. અત્યાર સુધી હાર્દિક પટેલને સેન્ટ્રલ ઇન્ડીસ્ટીઝ સીકયુરીટી ફોર્સમાં ૮ શસસ્ત્ર સુરક્ષા ગાર્ડ ફાળવવામાં આવ્યા હતા.

દરમિયાન વાય કેટેગરીની સુરક્ષા પાછી ખેચવા ગૃહ મંત્રાલયે નિર્ણય કરતા હાર્દિક પટેલે સરકારના આ પગલાને પોતાને મારી નાખવાની યોજના ગણાવી ફરી તેને જેલ ભેગો કરવા કારસો રચાવાનું ઉમયુ હતું. જો કે હાર્દિક પટેલે પુન: જણાવ્યું હતું કે સમાજ માટે કામ કરતો રહેશે.

ઉલ્લેખનીય છે કે જયારે હાર્દિક પટેલને વાય કેટેગરીની સુરક્ષા આપવામાં આવી હતી ત્યારે હાર્દિક સુરક્ષા લેવાતો ઇન્કાર કર્યો હતો પરંતુ ઉચ્ચ અધિકારીઓની સમજાવટ બાદ સુરક્ષા વ્યવસ્થા સ્વીકારી હતી.

 

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.