Abtak Media Google News

લગ્નની લાલચ દઇ અવાર નવાર દુષ્કર્મ આચરી ધમકી દીધાનો પાણખાણના શખ્સ સામે નોંધાતો ગુનો

જૂનાગઢ જિલ્લાના ગીર ગઢડા પાસે આવેલા જરગલીની યુવતીને લગ્નની લાલચ દઇ પાણખાણ ગામના પરિણીત શખ્સે અવાર નવાર બળાત્કાર ગુજારી ખૂનની ધમકી દીધાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જરગલી ગામે સાતેક વર્ષ પહેલાં સમુહ લગ્ન હતા ત્યારે ત્યાં પાણખાણ ગામના ભગીરથ ઉર્ફે ભગીરથસિંહ ઘેલુભાઇ ગોહિલ પરિચયમાં આવતા બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો.

ભગીરથ ગોહિલ યુવતીને બાઇક પર ફરેડા ગામે ટપકેશ્ર્વર મહાદેવ મંદિરે દર્શન કરવા લઇ ગયા બાદ ભગીરથ ગોહિલે લગ્ન કરવાનું કરી યુવતી સાથે પ્રથમ વખત શરીર સંબંધ બાંધ્યો હતો ત્યાર બાદ દ્રોણેશ્ર્વર મંદિર પાસે ખોડલ ફાર્મમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યા બાદ પરિવારની હત્યા કરવાની ધમકી દઇ અવાર નવાર બળાત્કાર ગુજાર્યા બાદ પોતે પરિણીત હોવાનું અને લગ્ન કરી શકે તેમ ન હોવાનું જણાવતા યુવતીએ પાણખાણ ગામના ભગીરથ ગોહિલ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવતા પી.આઇ. બી.એન. મોઢવાડીયા સહિતના સ્ટાફે તપાસ હાથધરી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.