Abtak Media Google News

સરકારને પત્ર લખી જાણ કરી: જો ઓબીસી કે સાથ ચલેગા વોહી ગુજરાત મે રાજ કરેગા

અમરેલી ખાતે ઓબીસી સમાજના આગેવાનોની મહત્વની બેઠક  ટીકુભાઈ વરૂની કાર્યાલય ખાતે યોજાઈ આ બેઠકમાં ગુજરાત સરકાર દ્વારા જે 3300 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવાની છે તેમાં ઓબીસી બેઠક જે 10% હતી તે રદ કરી નાખવામાં આવેલ છે જેથી સમગ્ર ગુજરાત ઓબીસી સમાજની 146 જ્ઞાતિઓ નારાજ થતા સરકારે પાછળથી પંચની રચના કરી છે પરંતુ ઓબીસી સમાજના આગેવાનોની માંગ છે કે પહેલા બેઠકો જાહેર થાય અને ત્યારબાદ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ અને જેમ મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં 27% સ્થાનિક સ્વરાજની ચૂંટણી માઓબીસી સમાજ નો સમાવેશ છે અને તે લોકો 35% ની માંગ કરી રહ્યા છે

આ બેઠકમાં ઉપસ્થિત ઓબીસી સમાજના આગેવાન ટીકુભાઈ વરુ રફિકભાઈ મોગલ રાવતભાઈ ધાધલ હિતેષભાઇ માજરિયા પોપટલાલ કાશમીરા ધીરૂભાઈ ચાવડા જમાલભાઈ મોગલ નારાયણભાઈ મકવાણા સુખાભાઈ વાળા અમરાપુર અનકભાઈ બોરીસા પ્રહલાદ સોલંકી માલાભાઈ બથવાર રાજુભાઈ ઠાકોર જયરાજભાઈ જળુ રજનીબાપુ હરીયાણી પ્રેમચંદજી સીધી સમીરભાઈ પડયા ધીરૂભાઇ ચાવડા વિનુભાઈ ચાવડા ભોપાભાઈ ચોરાપા ચંદુલાલ ગજ્જર અશોકભાઈ કાંબલી બાબુભાઈ કુકવવા રાજુભાઇ સિતાપરા સબીરભાઈ સંધી ભરતભાઈ અમરેલીયા મિતેશભાઈ ડોન ચદાભાઈ ફેવરિટ બાવચદભાઈ થળેસા ગૌતમભાઈ નિમાવત  રાવતભાઇ ધાધલ રાજુભાઈ બડમલિયા મેહુલ ભાઈ શ્રીમાળી આર સી સિતાપરા સહિત બક્ષીપંચસમાજના આગેવાનો બેઠક મા ઉપસ્થિત રહ્યા હતા અને ગુજરાત સરકારને પત્ર લખી બક્ષીપંચ સમાજને થતો અન્યાય તાકીદે બંધ કરવા પણ રજૂઆત કરેલ છે…

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.