પોલીસ ગ્રેડ પે મામલો ગરમાયો: કર્મચારીઓના પરિજનો થાળી-વેલણ લઈ નીકળી પડ્યા

હિતેશ રાવલ, સાબરકાંઠા 

સમગ્ર ગુજરાત પોલીસના કર્મચારીઓ ગ્રેડ પે વધારાની માંગ સાથે આંદોલન કરી રહ્યા છે. ગુજરાત પોલીસમાં ગ્રેડ પે વધારવા માટેનું આંદોલન વધુ વેગવંતુ બન્યું છે. જેમાં ગ્રેડ પે અને પગાર વધારાની માગ સાથે ઠેરઠેર આંદોલન અને ધરણા થઈ રહ્યા છે. સમગ્ર ગુજરાતમા આ આંદોલનનું સમર્થન કરવામાં આવી રહ્યું છે. ત્યારે કાલે મોદી રાત્રે સાબરકાંઠામાં ઈડર અને જાદર પોલીસ સ્ટેશનના કર્મીઓએપોલીસ મથક આગળ સૂત્રોરચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.

સતત બીજા દિવસે સમગ્ર ગુજરાતમાં આ વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે સાબરકાંઠામાં આ મામલો વધુ બીચકાયો છે. વિવિધ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ તથા તેમના પરિવારજનો વિરોધના મૂડમાં છે.

તેઓ સમગ્ર ગુજરાત પોલીસને ન્યાય અપાવવા માટે જિલ્લા પોલીસ વડાની કચેરીએ જઈને થાળી વેલણથી સાથે વિરોધ પ્રદશન કરી સૂત્રોરચાર કરી નારા લગાવ્યા હતા. આ મામલો હવે આગળ જઈને ક્યાં થાળે પડશે તે જોવાનું રહ્યું !!