Abtak Media Google News
  • મંત્રી કુંવરજીભાઇ બાવળિયાના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા કલેકટર પ્રભવ જોશીની ઉપસ્થિતિમાં વિવિધ કામો અંગે મહત્વપૂર્ણ ચર્ચા
વીંછીયા તાલુકાના સોમ પીપળીયા ખાતે આવેલ સુપ્રસિધ્ધ યાત્રાધામ  ઘેલા સોમનાથ મહાદેવના મંદિરમાં તથા મંદિરની બહાર કરવાના કરવાના થતા વિવિધ વિકાસ કામો અંગેની બેઠક પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાળવીયાના અધ્યક્ષસ્થાને અને કલેક્ટર પ્રભવ જોશીની વિશેષ ઉપસ્થિતીમાં યોજાઈ હતી.
પ્રાંત અધિકારી રાજેશ આલે કરવાના થતાં વિકાસ કામો પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વાર રજૂ કર્યા હતા. તેમજ કોન્ટ્રાક્ટર અને આર્કિટેક્ટે પણ વિકાસ કામોની ડિઝાઇન અને આઈડિયાઝ પી.પી.ટી.ના માધ્યમથી પ્રસ્તુત કર્યા હતા.
અમુક વિશિષ્ટ કામો અંગેની સુચના પણ મંત્રી બાવળિયાએ આપી હતી. તેમજ આ તમામ કામો નિયત  સમય મર્યાદામાં પૂર્ણ કરવાની તાકીદ પણ મંત્રીએ કોન્ટ્રાક્ટરને આપી હતી.
1685694008819
ઘેલા સોમનાથ મંદિરમાં લેસર લાઈટ એન્ડ સાઉન્ડ શો, મ્યુઝિકલ ફાઉન્ટેન શો, સ્નાનઘર, યાત્રાળુઓ માટે રહેઠાણની વ્યવસ્થા વધારવા, યજ્ઞ શાળા- શહીદ સ્મારક- પાળિયાનું રીનોવેશન  કરવા, મંદિરના ઇતિહાસ માટે ડિજિટલ બોર્ડ બનાવવા , વિશ્રામ કુટિર, ચિલ્ડ્રન પાર્ક, ગાર્ડનમાં વિવિધ ડેકોરિટિવ સ્ટોનમાં શિવજીના નટરાજન  સહિતના વિવિધ રૂપો દર્શાવવા સહિતના કામો કરવાના આયોજનો રજૂ થયા હતા.
ઘેલા સોમનાથ મંદિર સામે પર્વત ઉપર આવેલ મીનળ મંદિરનો જીર્ણોધ્ધાર, પર્વત ઉપરના સાંકડા પગથિયા પહોળા કરી તેની પર રેલિંગ મુકવા, કમ્પાઉન્ડ વોલ, ગાર્ડન તેમજ ઘેલા સોમનાથ અને મીનળ મંદિર વચ્ચેના રસ્તા પર ફેરિયાઓ માટે માટે સુઆયોજિત માર્કેટ બનાવવા, પાર્કિંગ સહિતના વિકાસ કામોના આયોજનો રજૂ થયા હતા.
આ બેઠકમાં માર્ગ અને મકાન વિભાગના ઈજનેર કે.એમ.ઝાલા, આયોજન અધિકારી જે.કે.બગીયા, વનવિભાગ, જેટકો, પી.જી.વી.સી.એલ. સહિતના વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મંદિરમાં કેવા કેવા વિકાસ કામો કરાશે ??
  • લેસર લાઈટ એન્ડ સાઉન્ડ શો
  • મ્યુઝિકલ ફાઉન્ટેન શો
  • સ્નાનઘર
  • રહેઠાણની વ્યવસ્થા વધારવા
  • યજ્ઞ શાળા
  • શહીદ સ્મારક
  • મંદિરના ઇતિહાસ માટે ડિજિટલ બોર્ડ વિશ્રામ કુટિર
  • ચિલ્ડ્રન પાર્ક
  • ગાર્ડનમાં શિવજીના નટરાજન સહિતના વિવિધ રૂપો
  •  મીનળ મંદિરનો જીર્ણોધ્ધાર
  • પર્વત ઉપરના પગથિયા પહોળા કરવા
  • પર્વત ઉપર ગાર્ડન
  • ફેરિયાઓ માટે માર્કેટ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.