Abtak Media Google News

દીપ્તિ શર્માએ અંતિમ વન-ડે મેચમાં ર્ચાલોટ ડિનને માંકડિંગ કરતાં વિવાદ સર્જાયો: મેરિલબોન ક્લબે પદ્ધતિને યોગ્ય ગણાવી

ભારત-ઇંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે રમાયેલી ત્રણ મેચની વન-ડે સિરીઝમાં દીપ્તિ શર્માની જાગૃતતાએ ભારતને અંતિમ મેચ તો જીતાડી જ દીધો પરંતુ તેની સાથે જ ભારતે 3-0 થી ક્લીન સ્વીપ કરી લીધી છે. દીપ્તિ શર્માએ ઇંગ્લેન્ડની બેટ્સમેન ર્ચાલોટ ડિન કે જ નોન સ્ટ્રાઈકર એન્ડ પર હતી તેને માંકડિંગ પદ્ધતિ હેઠળ આઉટ કરી દીધી હતી અને ટીમ ઇન્ડિયા મેચ જીતી ગઇ હતી. જો કે, દીપ્તિ શર્માએ અપનાવેલી માંકડિંગ પદ્ધતિને લઈને વિવાદ શરૂ થઈ જતા ક્રિકેટના નિયમો બનાવનારી મેરિલબોન ક્રિકેટ કલબે આ પદ્ધતિનું સમર્થન કર્યું છે અને દીપ્તિ શર્માની આઉટ કરવાની પદ્ધતિને તદ્દન સાચી ઠેરવી છે જેથી હવે આ વિવાદનો અંત આવ્યો છે.

ભારત અને ઇંગ્લેન્ડની મહિલા ટીમો વચ્ચે રમાયેલા અંતિમ મેચમાં ભારતીય બોલર દીપ્તિ શર્માએ માંકડિંગ કર્યું હતું. જેને લઈને વિવાદ શરૂ થઈ ગયો હતો. માંકડિંગ એટલે જ્યારે કોઈ નોન સ્ટ્રાઈકર બેટ્સમેન બોલર બોલ ફેંકે તે પૂર્વે જ ક્રિઝ છોડી દે અને તેવામાં બોલર બોલ ફેંકવાને બદલે બેલ્સ ઉડાવી દે તેને માંકડિંગ કહેવામાં આવે છે. બેટ્સમેનને આઉટ કરવાની આ પદ્ધતિ નિયનો અનુસાર માન્ય છે પણ આ પદ્ધતિને લઈને અવાર નવાર વિવાદો થતા આવ્યા છે. આ અંગે મેરિલબોન ક્રિકેટ કલબે સતાવાર રીતે નિવેદન આપ્યું છે.મેરિલબોન ક્રિકેટ કલબે કહ્યું છે કે, માંકડિંગ પદ્ધતિ ઓક્ટોબર મહિનાથી જ લાગુ કરી દેવામાં આવ્યો છે. કલબે કહ્યું છે કે, અમે આ નિવેદન એટલે આપી રહ્યા છીએ કે, દીપ્તિ શર્મા દ્વારા આઉટ કરવાની પદ્ધતિ પર કોઈ વિવાદ ઉદ્ભવે નહીં અને હવે બોલર બોલ ફેંકે તે પૂર્વે બેટ્સમેન ક્રિઝ છોડવાની ભૂલ ન કરે.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી અંતિમ મેચમાં ટીમ ઇન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા 169 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઇંગ્લેન્ડની ટીમે ફક્ત 65 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ ર્ચાલોટ ડિન અને એમી જોન્સે ઇંગ્લેન્ડની કમાન સંભાળી હતી. બંને વચ્ચે 38 રનની ભાગીદારી થઈ હતી. સ્કોર 103 રને પહોંચતા એમી જોન્સના સ્વરૂપમાં ઇંગ્લેન્ડની ટીમે 8મી વિકેટ ગુમાવી દીધી હતી. અંતિમ વિકેટના સ્વરૂપમાં ફ્રેયા ડેવિસ સાથે ર્ચાલોટ ડિને 35 રનની ભાગીદારી કરી હતી અને ટીમ ઇંગ્લેન્ડ સ્કોરની નજીક પહોંચી ગઈ હતી. ઇંગ્લેન્ડને હવે જીત માટે ફક્ત 17 રનની જરૂરિયાત હતી. પરંતુ ત્યારે જ દીપ્તિ શર્માની ઓવરમાં શર્મા બોલ ફેંકે તે પૂર્વે જ નોન સ્ટ્રાઈકર એન્ડ પર રહેલી ર્ચાલોટ ડિન ક્રિઝની બહાર નીકળી ગઇ હતી અને શર્માએ સમય સુચકતા બતાવી બોલ ફેંકવાને બદલે બેલ્સ ઉડાવી દીધી હતી અને એમ્પાયર ર્ચાલોટ ડિનને આઉટ થયેલી જણાવી હતી. જેથી ઇંગ્લેન્ડની ટીમ ઓલ આઉટ થઈ જતા ભારત 16 રને મેચ જીતી ગઇ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.