Abtak Media Google News

( ઋતુલ પ્રજાપતિ )

ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨, ભારતના ચૂંટણીપંચ નવી દિલ્હી દ્વારા ગુજરાતમાં બે તબક્કામાં અનુક્રમે તા.૦૧ને ગુરુવાર અને તા. ૦૫ને સોમવારના રોજ યોજાનાર છે.ત્યારે મતદાતા પોતાના મતદાન અધિકારનો ઉપયોગ કરી શકે તે માટે જાહેર રજા સવેતન જાહેર કરવામાં આવી છે.તેમજ જે તે સંસ્થામાંકામ કરતા હોય ત્યારે ૩-૪ કલાકની રજા આપવા માટે પણ સૂચનો કરવામાં આવ્યા છે.

અરવલ્લી જિલ્લામાં ગુજરાત દુકાન અને સંસ્થા અધિનિયમ-૨૦૧૯, કારખાના અધિનિયમ-૧૯૪૮,ધી બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્ક્સ એક્ટ-૧૯૯૬, હેઠળ નોંધણી થયેલ સંસ્થાઓ/ કારખાનાઓ/નોધાયેલ સાઈટો પરના શ્રમયોગીઓના મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે લોક પ્રતિનિધિત્વ ધારા-૧૯૫૧ ની કલમ-૧૩(બી) મુજબ સવેતન રજા આપવાની રહેશે.

આ જોગવાઈ અનુસાર સવેતન રજા જાહેર કરવાના કારણે સંબંધિત શ્રમયોગીઓ,કર્મચારીઓના પગારમાંથી કોઈ કપાત કરવાની રહેશે નહી. આ જોગવાઈ અનુસાર રોજમદાર,કેજ્યુઅલ કામદારો પણ મતદાનના દિવસે રજા અને વેતનના હકદાર રહેશે..જે શ્રમયોગીઓની ગેરહાજરીથી તે જ્યા નોકરી સાથે સંકળાયેલા છે ત્યાં તેની ગેરહાજરી ભય કે વ્યાપક નુકશાનમાં પરિણમે તેમ હોય ત્યાં શ્રમયોગીઓ,કર્મચારીઓ તેમના મત આપવાનો અધિકાર ભોગવી શકે તે માટે તેમની ફરજના સમયમાંથી મતદાનના સમયગાળા દરમ્યાન ત્રણ થી ચાર કલાક મતદાન માટે સવેતન રજા આપવાની રહેશે.

જો કોઈ કારખાનેદાર, માલિક કે નોકરીદાતા જોગવાઈથી વિરુધ્ધનું વર્તન કરશે તો કાયદા હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મતદાનના દિવસે આ સંબધિત કોઈ ફરીયાદ હોઈ તો જીલ્લા નોડલ અધિકારીને જાણ કરવા જણાવાયું છે..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.