Abtak Media Google News

વર્ષ ૨૦૧૮-૧૯ માટે ઝોનલ મેશનરી, ઝોનલ રસ્તા કામ, ઝોનલ ડ્રેનેજ અને વોટર વર્કસ શાખાના રિપેરીંગનો કોન્ટ્રાકટ આપવા સહિતની ૧૪ દરખાસ્તો અંગે કાલે સ્ટેન્ડિંગમાં લેવાશે નિર્ણય

મહાપાલિકાના નવનિયુકત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડના અધ્યક્ષ સ્થાને આવતીકાલે પ્રથમ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળશે.જેમાં શહેરના ૧૮ વોર્ડમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનનો કોન્ટ્રાકટ આપવા સહિતની ૧૪ દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે.

આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૮-૧૯ માટે ઝોનલ મેશનરી કામનો કોન્ટ્રાકટ આપવા, ઝોનલ રસ્તા કામનો કોન્ટ્રાકટ આપવા, ઝોનલ ડ્રેનેજ કામનો કોન્ટ્રાકટ આપવા, વોટર વર્કસ શાખાના રીપેરીંગના વાર્ષિક ઝોનલ કામનો કોન્ટ્રાકટ મંજુર કરવા, વોર્ડ નં.૯માં સાંઈદર્શન મેઈન રોડથી રૈયા મેઈન રોડને જોડતા ૧૫ મીટર ટીપી રોડ પર રૈયા ગામ પાસે વોંકળા પર સ્લેબ કલ્વર્ટ કરવા, વોર્ડ નં.૯માં લાઈબ્રેરીની બિલ્ડીંગમાં ફર્નિચર તથા ઈન્ટીરીયલ કામનો ખર્ચ મંજુર કરવા સહિતની દરખાસ્તો અંગે કાલે સ્ટેન્ડિંગમાં નિર્ણય લેવામાં આવશે.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, શહેરના પશ્ચીમ ઝોનમાં કલસ્ટર-૨માં સમાવિષ્ટ વોર્ડ નં.૧૦,૧૧ અને ૧૨, મધ્ય ઝોનમાં કલસ્ટર-૩માં સમાવિષ્ટ વોર્ડ નં.૨,૩ અને ૭માં કલસ્ટર-૪માં સમાવિષ્ટ વોર્ડ નં.૧૩,૧૪ અને ૧૭, પૂર્વ ઝોનમાં કલસ્ટર-૫માં સમાવિષ્ટ વોર્ડ નં.૪,૫ અને ૬, કલસ્ટર-૬માં સમાવિષ્ટ વોર્ડ નં.૧૫,૧૬ અને ૧૮ જયારે પશ્ચીમ ઝોનમાં કલસ્ટર-૧માં સમાવિષ્ટ વોર્ડ નં.૧,૮ અને ૯ના વિસ્તારમાં મીની ટીપર મારફત ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન કરવા માટે ઓપરેશન અને મેઈન્ટેનન્સની કામગીરીના કોન્ટ્રાકટ સહિતની દરખાસ્ત અંગે નિર્ણય લેવાશે.

પાર્કિંગ મેનેજમેન્ટ શાખાનું ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ શાખામાં વિલીનીકરણ

મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ વહિવટની સરળતા ખાતર મહાપાલિકાની મેનેજમેન્ટ શાખાનું ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ શાખામાં વિલીનીકરણ કરવાનો હુકમ કર્યો છે. અત્યાર સુધી પાર્કિંગ મેનેજમેન્ટની કામગીરી પાર્કિંગ મેનેજમેન્ટ શાખા દ્વારા કરવામાં આવતી હતી. હવે આ શાખાનું ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ શાખામાં વિલીનીકરણ કરી દેવામાં આવ્યું છે અને સમગ્ર શાખાને ટ્રાફિક ટ્રાન્સપોર્ટ એન્ડ મેનેજમેન્ટ શાખા નામ આપવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.