Abtak Media Google News

સુરત હવે હીરાની મુરતની સાથે ક્રાયમ સીટી તરીકે પણ ઓળખવા લાગ્યું છે. રોજ-બરોજ કંઈક ક્રાઈમને લગતી ઘટનાઓ ઘટતી જ હોય છે ત્યારે આજ રોજ સુરતમાં સચિન ખાતે કનસાડ ગામ સ્મશાનભુમિની બાજુમાં મીંઢોળા નદીના કિનારે ઝાડી ઝાંખરામાંથી અજાણ્યાની હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.

મૃતકની લાશ ફોટાના આધારે તેની ઓળખ થઈ હતી. મૃતકનું નામ કેવજી ઉર્ફે શ્રીરામ જોગલા ડાવર હોવાનું જાણવા મળ્યુંહતુ. મૃતક કેવજી તેના ગામ નજીક આવેલા પાનમુડી ગામના ભગન તથા રાકેશ સાથે મજુરીકામ કરતો હોવાનું જાણવા મળતા પોલીસે ભગન તથા રાકેશની તપાસમાં હતા.

કનસાડ ગામ હળપતિવાસની પાસે સ્મશાનભુમિ પાસે મીંઢોળા નદીના કિનારે ઝાડી ઝાંખરામાંથી સોમવારે બપોરે આશરે 35 થી 40 વર્ષીય અજાણ્યા યુવકની લાશ મળી હતી. બનાવની જાણ થતાં પોલીસે સ્થળ પર જઈને જોતા મૃતકને મોઢા અને શરીરના ભાગે ઉપરાછાપરી તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરવામાં આવી હોવાનું દેખાઈ આવે છે.

સચીન જીઆઈડીસી પોલીસ ઈન્સ્પેકટર દ્વારા આ અંગે વધારે તપાસ હાથ ધરવામાં આવી છે. કનસાડ ગામમાં રહેતા અને ખેતમજુરી કરી પરીવારનું ગુજરાન ચલાવતા 38 વર્ષીય ઉપેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ સોલંકીએ હત્યાનો ગુનો નોંધી વધારે તપાસ હાથ ધરી છે.

બંનેને પોલીસે બાતમીના આધારે ભગન પાતલીયા મસ્તીયા તથા રાકેશ નસરીયા મહેતાને શોઘી કાઢયા હતા. બંનેની પુછપરછ કરતાં જાણવા મળ્યું હતુ કે મૃતક કેવજી મિત્ર ભગનની પત્ની ઉપર નજર બગાડતો હતો. મૃતક કેવજી મિત્ર ભગનની પત્ની ઉપર નજર બગાડતો હતો. જે વાતને લઇ તેઓની વચ્ચે ગઇકાલે સવારે આઠેક વાગ્યે કનકપુરગામ હળપતિવાસની સામે આવેલા ઓવરબ્રિજ નીચે ઝઘડો થયો હતો. ત્યારબાદ કેવજીને સ્મશાનભુમિ પાસે મીંઢોળા નદીના કિનારા પાસે ઝાડી ઝાંખરાવાળી જગ્યાએ લઇ ગયા હતા.અને ત્યાં લોખંડનો પાઈપ તથા પાવડાના લાકડાના હાથા વડે માર મારી હત્યા કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.