Abtak Media Google News

માતાજીના નૈવેદ્યના પ્રશ્ર્ને સાત માસ પહેલા થયેલા ઝઘડાના કારણે થયેલી હત્યાનો બે મહિલા સહિત છ શખ્સો સામે નોંધાતો ગુનો

સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સતત કથડી રહી છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરી લૂંટફાટ મારામાંરી હત્યાના બનાવો સતત વધતા  રહ્યા છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ના તાવી ગામે વધુ એક હત્યા અને હુમલાનો બનાવ સામે આવ્યો છે જેને લઇને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે ત્યારે અગાઉના ઝઘડાનો મનદુખ રાખી અને તાવી ગામે ગેરકાયદે ઘરમાં પ્રવેશ મેળવી અને યુવક ઉપર છરીથી હુમલો કરવામાં આવ્યો છે ને યુવકનો ઢીમ ઢાળી દેવામાં આવ્યું છે. હુમલામાં ત્રણ ઘવાતા સારવાર માટે  હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પોઅલીસે દસ શખ્સો  હત્યાનો ગુનો નોંધી ત્રણની ધરપકડ કરી છે.

1650860697299

ે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં એક તરફ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુધારવા માટે જિલ્લા પોલીસ સતત મથામણ કરી રહી છે તેવા સંજોગોમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામે સવાલો ઊભા કરતા  બનાવ સામે આવ્યા છે. આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ તાવીના રવજીભાઈની હત્યાનો ગુનો નોંધાયો છે.

જેને તેમને ટીબી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવે ત્યારે તેમનું મોત નિપજવા પામ્યું છે.જેને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે તાવી ગામ ની આ ઘટના સમગ્ર પંથકના કાયદો વ્યવસ્થા સામે સવાલ ઊભો કરે તેવી ઘટના છે ત્યારે આ ઘટનાને લઇ સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે એક સાથે 10 લોકો નું ગેરકાયદેસર ઘરમાં પ્રવેશ મેળવી અને ત્યારબાદ તેમના ઉપર હુમલો કરવામાં આવે છે અને છરીથી હુમલો કરવામાં આવતા તેમને સારવાર માટે સુરેન્દ્રનગર ખાતે ખસેડવામાં આવતા હોય જેને લઇને રસ્તામાં તેમનું મોત નિપજવા પામ્યું હોય તેવું સામે આવ્યું છે.

ત્યારે આ મામલે આ બનાવના પગલે ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પણ થઈ છે તેમને સુરેન્દ્રનગર ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા છે તથા શરીરના ભાગે ત્રણ લોકોને પણ છરીના ઘા વાગ્યા છે જોકે સદ્નસીબે કોઇ પણ પ્રકારની મોટી દુર્ઘટના ત્રણ લોકો સાથે બની નથી ત્યારે તેમની સારવાર સુરેન્દ્રનગરની મેડીકલ કોલેજ ખાતે શરૂ કરવામાં આવી છે ત્યારે આ ત્રણે ઇજાગ્રસ્તોમાં રૂપાભાઈ અને કીસા ભાઈ રૂપાભાઈ ઉપર અને અન્ય એક મહિલા ઉપર પણ જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે આ ત્રણ લોકોને ઈજા થઈ છે અને અન્ય એક વ્યક્તિ છે જેમનું નામ રવજીભાઈ હોય તેમનું ઘટના સ્થળે છરીના ઘા જવાના કારણે અને ઈજાગ્રસ્ત થવાના કારણે મોત નિપજવા પામ્યું છે.

ત્યારે નવરાત્રિનો મનદુખ રાખી અને ત્યાર બાદ હુમલો કરવામાં આવ્યા હોવાનું પણ પોલીસ તપાસમાં ખુલવા પામ્યું છે નવરાત્રી ના સમયગાળામાં સામાન્ય બોલાચાલી થઈ હતી જેનો વેર હવે અત્યારે વળ્યું છે ત્યારે આ મામલે સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ અને આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે જોકે આ છરી થી હુમલામાં મારામારીમાં સામે પક્ષે હુમલો કરનાર ત્રણ વ્યક્તિઓને પણ ઇજા થઇ છે તેમને પણ સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી જઇ રહી છે તેવા સંજોગોમાં સતત ચોરી લૂંટફાટ મારામારીના બનાવો વધતા જઈ રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં સામાન્ય મારામારીમાં હત્યાનો બનાવ બની જવા પામ્યો છે જેને લઇને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે લખતર ગામ ના તાવી ગામે ઘરમાં પ્રવેશ મેળવી અને સામસામે હુમલો કરવામાં આવ્યો છે

જેમાં એક વ્યક્તિનું મોત નિપજવા પામ્યું છે અન્ય ત્રણ લોકોને ગંભીર ઈજાઓ થવા પામી છે સામે પક્ષે પણ ત્રણ લોકોને ગંભીર ઈજા થઈ છે કે આ મામલે આગળની કાર્યવાહી હાથ પોલીસ દ્વારા કરવામાં આવી છે જેમાં ત્રણ ઇસમોને પોલીસે અટકાયત કરી છે અને અન્ય ત્રણ ઈસમો છે તેનાથી છૂટવા પામ્યા છે આ મામલે આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.. આસો માસમાં માતાજીના નૈવેદ્યના પ્રશ્ર્ને થયેલા ઝઘડાના કારણે હત્યા થયાનું  પોલીસ તપાસમાં  બહાર આવ્યું છે. પોલીસે બે મહિલા સહિત છ સામે હત્યાનો ગુનો નોંધી ત્રણની ધરપકડ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.