Abtak Media Google News

આપણે ફિલ્મોમાં ઘણી વખત જોયું હોય છે કે વ્યક્તિ મૃત્યુ પામ્યા બાદ ઘરે પાછો આવે પરંતુ શું વાસ્તવિકતામાં ક્યારેય આવું થઈ શકે ? ગુજરાતમાં આવી ઘટના બની છે. જ્યાં વ્યક્તિના અંતિમ સંસ્કાર કરી દીધા બાદ તે ફરી ઘરે આવ્યો હતો.

મળતી માહિતી મુજબ આ ઘટના વડોદરાની છે જ્યાં દમાડ ચોકડી અને જી.એસ.એફ.સી વચ્ચેથી મળેલી અજાણી લાશની ખોટી ઓળખ થતા તેના સગા સંબંધીઓને લાશનો કબજો સોંપી દેવામાં આવ્યો હતો. સબંધીઓએ અંતિમ સંસ્કાર પણ કરી દીધા હતા.જે વ્યક્તિના અંતિમ સંસ્કાર થઇ ગયા હતા. પરંતુ તે જીવિત પરત ઘરના લોકો પણ ચોંકી ગયા હતા.

આ ઘટના ૧૬ તારીખની છે જ્યાં દમાડ ચોકડી અને જી.એસ.એફ.સી વચ્ચેથી પોલીસને અજાણ્યા શખ્સની લાશ મળી હતી. તેના શરીર પર ઇજાના કોઇ નિશાન નહતા.ત્યારબાદ પોલીસે ૪૫ વર્ષના અજાણ્યા મૃતકની લાશ પોસ્ટમોટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી. અજાણ્યા પુરૂષની લાશની ઓળખ માટે પોલીસે તેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા. સોશિયલ મીડિયાના સહારે વાઘોડિયાના સોમેશ્વરપુરા ગામમાં રહેતા શનાભાઇ સોલંકીએ છાણી પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો.

પોલીસે શનાભાઈનો સંપર્ક કરતા તેણે કહ્યું કે, આ લાશ મારા પુત્ર સંજયની છે.પોલીસે આધાર કાર્ડ ચેક કર્યા પછી તેમજ મૃતકના આ કહેવાતા પિતા તથા અન્ય સંબંધીઓને આ લાશ સોંપી હતી.અને સંબંધીઓએ લાશના અંતિમ સંસ્કાર પણ કરી દીધા હતા.સંજય સમજીને જેના અંતિમ સંસ્કાર કરી દીધા હતા.તે સંજય રાતે ઘરે પરત આવતા પરિવારજનો ચોંકી ઉઠયા હતા.અને તરત છાણી પોલીસનો સંપર્ક કર્યો હતો.છાણી પોલીસ પણ આ વાત સાંભળીને દોડતી થઇ ગઇ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.