Abtak Media Google News

અબતકની મુલાકાતમાં બ્રહ્મ સમાજના શ્રેષ્ઠીઓએ હાઇટેક પરિચય સંમેલનની આપી વિગતો

સૌરાષ્ટ્રના પાટનગર અને સંસ્કાર નગરી રાજકોટમાં ઓમ માનવ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમગ્ર બ્રાહ્મણ જીવનસાથી પરિચય સંમેલન નું આ વર્ષે પણ પરંપરાગત રીતે આયોજન કરવામાં આવ્યું છે. અત્યાર સુધી સંસ્થા દ્વારા સફળ 11 પરિચય સંમેલન બાદ આ વર્ષે બારમા હાઇટેક પરિચય સંમેલન નું આયોજન કરવામાં આવ્યું છે, આ અંગે અબ તકની મુલાકાતમાં આવેલા બ્રહ્મ સમાજના આગેવાન સંસ્થાના પ્રમુખ કૌશિકભાઈ પાઠક, ક્ધવીનર મધુ કર ભાઈ ખીરા ઉપપ્રમુખજગદીશભાઈ ત્રિવેદી “જેપી દાદા”, દિલીપભાઈ દવે અને વિક્રમભાઈ પંચોલી એ આયોજનની વિગતો આપતા જણાવ્યું હતું કે સાંપ્રત સમયમાં સંતાનોને ભણાવી ગણાવીને પગભર કરવાની જવાબદારીની સાથે સાથે દરેક પરિવાર માટે પોતાના સંતાનોને યોગ્ય જીવનસાથી મળી રહે તે માટે સજાગ રહેવું જરૂરી બન્યું છે, ત્યારે સમગ્ર બ્રહ્મ યુવક યુવતીઓને સુપાત્ર મળી રહે તે માટે ઓમ માનવ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સતત પ્રયત્નો અને પરિચય કાર્યક્રમ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં 11 પરિચય સંમેલન બાદ ટ્રસ્ટ દ્વારા બારમાં પરિચય સંમેલન ની તૈયારીઓ આરંભવી દેવામાં આવી છે.

Advertisement

રાજકોટમાં સેવાભાવી સંસ્થા ૐ માનવ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી જુન માસમાં સમગ્ર બ્રહ્મ પરિવારના યુવક યુવતીઓ માટે હાઈટેક પરિચય સંમેલનનું  આયોજન હાથ ધરાયુ છે. જેમાં દેશભરમાંથી આઠસોથી વધુ ઉમેદવારો ઉપસ્થિત  રહેશે.

ૐ માનવ કલ્યાણ ચે.ટ્રસ્ટના નેજા હેઠળ અગિયાર પરિચય સંમેલનોની સફળતા બાદ આ બારમા હાઈટેક પરિચય સંમેલનમાં માનવ કલ્યાણ ચે . ટ્રસ્ટ છેલ્લા અગિયાર વર્ષથી બ્રહ્મ પરિવારોની સુવિધા માટે પરિચય સંમેલન યોજે છે . જેમાં એક જ સ્થળે યુવાધન એકત્રિત થઈ માતાપિતા કે વાલીની હાજરી વચ્ચે પાત્ર પસંદગીની તક મેળવી શકે છે.

કાર્યક્રમના માર્ગદર્શક અને ટ્રસ્ટના અધ્યક્ષ પૂ.આચાર્યશ્રી ઘનશ્યામજી (ભુવનેશ્વરી પીઠ ગોંડલ )ની અધ્યક્ષતામાં  સંમેલનમાં સહભાગી બનવા માટે જિલ્લાવાઈસ કારોબારી સભ્યો પાસે ફોર્મ ઉપલબ્ધ છે . રાજકોટ ખાતે ૐ માનવ કલ્યાણ ટ્રસ્ટ કાર્યાલય ધ સીટી સેન્ટર -632 , ( જુનુ આમ્રપાલી સિનેમા ) રૈયા રોડ અંડર બ્રીજ પાસેથી મળી શકશે.

આર્થિક ઉપાર્જન હેતુ નહીં પણ સમાજ સેવા હેતુ યોજાતા આ સંમેલનમાં દેશભરમાંથી બ્રહ્મ ચોર્યાંશી યુવતીઓ માટે કોઈ ફી નથી હોતી . રજીસ્ટ્રેશન ફી તેમને કાર્યક્રમ સ્થળે ઉપસ્થિત રહે ત્યારે પરત કરી સાથે દળદાર ડિરેકટરી પણ આપવામાં આવે છે.યુવતીઓને સ્ટેજ સંકોચ ન રહે તે માટે અમે હાઈટેક ટેકનોલોજીનાં ઉપયોગ દ્વારા ઈન કેમેરા કાર્યક્રમ  જેમાં આગામી ચોથી જૂન રવિવારે ભાટિયા બોર્ડિંગ ખાતે ઉમેદવારો સ્ટુડિયો રૂમમાંથી પોતાનો પરિચય રજૂ કરશે જે વિશાળ એસી હોલમાં બિરાજેલા તેમના વડીલો બિગ સ્ક્રીન ઉપર તેનું લાઈવ પ્રસારણ નિહાળી વિગત નોંધી શકશે.સમગ્ર ટ્રસ્ટીગણ, આયોજન સમિતિ તેમજ વિવિધ સમિતિઓ , બ્રહ્મ કાર્યકરો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે.  માહિતી માટે કાર્યાલય સંગઠન મંત્રી વિક્રમભાઈ પંચોલી – મો . 94275 64128, સહમંત્રી હર્ષદભાઈ વ્યાસ મો .94288 55966,  દિલીપભાઈ દવે મો. 94290 18609, નિલેશભાઈ પંડયા – મો . 93742 25101 ઉપર સંપર્ક સાધવા જણાવાયું છે. આ કાર્યક્રમની સફળતા માટે ટ્રસ્ટી પંકજભાઈ રાવલ , મહેન્દ્રભાઈ ઉપાધ્યાય , લલિતભાઈ જાની , અરૂણભાઈ જોશી તેમજ’કમલેશભાઈ જોશી , લલિતભાઈ ઉપાધ્યાય , પરાગભાઈ ભટ્ટ , નરેશભાઈ ભટ્ટ , સુરભીબેન આચાર્ય , નીલમબેન ભટ્ટ , ભાવનાબેન જોશી , રાગિણીબેન રાવલ , જાગૃતિબેન ઉપાધ્યાય તેમજ બ્રહ્મ કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.