Abtak Media Google News

દોઢ લાખ લીટર બાયો ડીઝલ સાથે બે શખ્સોની ધરપકડ : રૂ.1.40 કરોડનો મુદ્દામાલ કબ્જે

ભરત રામાણી અને નારાયણ ખખ્ખરે ભાગીદારીમાં બાયો ડીઝલનો કારોબાર શરૂ કર્યાનું ખુલ્યું

અનેક વખત પોલીસ ચોપડે ચડી ચુકેલા રંગીન મિજાજી કમલેશ રામાણીના ભાઈ ભરત વશરામ  રામાણીએ કુવાડવા રોડ પર બાયો ડિઝલનો કાળો કારોબાર પર ક્રાઈમ બ્રાંચ દ્વારા દરોડો પાડવામાંઆવ્યો  છે. અવાર નવાર વિવાદમાં સપડાતા  કમલેશ રામાણીનાભાઈ ભરત રામાણીના બે સાગરીતોની પોલીસે  ધરપકડ કરી તેના ભાગીદાર સહિત ચાર શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં બાયોડિઝલનો વેપલો મોટાપાયે ચાલી રહ્યો છે. આ બાયોડિઝલ સસ્તામાં મળતું હોવાથી ભારે વાહનો તેનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ આ બાયોડિઝલના કારણે એન્જિનમાં નુકસાની થતી હોવાથી તેની સામે પ્રતિબંધ મુકાયો હતો.ત્યારે બાયોડિઝલ સસ્તુ હોય અને મોટી કમાણી થતી હોવાથી બેફામ વેચાણ ચાલી રહ્યું છે. ત્યારે ક્રાઈમ બ્રાન્ચે કુવાડવા નજીક આવેલા બાયોડીઝલના ગેરકાયદેસર થતા વેપલા દરોડો પાડવામાં આવ્યો હતો અને દોઢ લાખ બાયો ડીઝલના સાથે બે શખ્સોની ધરપકડ કરી હતી.જ્યારે તપાસ કરતા આ બાયોડીઝલનો વેપલો રંગીન મિજાજી કમલેશ રામાણીના ભાઈ ભરત રામાણી અને નારાયણ ખખ્ખરે ભાગીદારીમાં કર્યા હોવાનું ખુલતા પોલીસે કુલ 6 સામે ગુનો નોંધી રૂ.1.40 કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

મળતી વિગતો મુજબ ક્રાઇમ બ્રાંચના પી.આઇ બી. ટી. ગોહિલ અને પીએસઆઈ સાકરીયાને મળેલી બાતમીના આધારે ગઈકાલ રાત્રીના કુવાડવા રોડ પર ત્રિ-મંદિર પાસે આવેલા ડેલામાં દરોડો પાડયો હતો અને બાયોડીઝલ બનાવવાની કામગીરી કરી રહેલાં દીપેશ મહેતા અને ટ્રકમાં બાયોડીઝલ ભરતો રાજેશ ચાવડા રંગેહાથ પકડી લીધા હતા. ત્યારે પોલીસે આ બંને શખ્સોની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આ ડેલો કમલેશ રામાણીના ભાઈ ભરત વશરામ રામાણીનો હોવાનું જાણવા મળ્યું હતું અને નારાયણ ખખર સાથે ભાગીદારીમાં આ બાયોડીઝલનો વેપલો ચાલુ કરવામાં આવ્યો હતો.

જ્યારે આ ડેલાની દેખભાલ દીપેશ મહેતા અને હિતેષ ડોબરિયા દ્વારા કરવામાં આવી રહી હતી. જ્યારે પકડેલા ટ્રકની તપાસ કરતા તેનો માલિક આશિષ ડાંગર હોવાનું ખુલતા હાલ પોલીસે કુલ છ શખ્સો સામે ગુનો નોંધી દોલત રામાણી ચારની શોધખોળ હાથ ધરી છે.પોલીસે ફેક્ટરીમાં તપાસ કરતા 1 લાખ 54 હજાર બાયો ડીઝલ જેની કિંમત રૂ.1.08 કરોડ તેની સાથે છ ભો ટાંકા અને બે ટ્રક, બે મોબાઇલ,ઇલેક્ટ્રિક મોટર અને ફિલિંગ મશીન સહિત મળી કુલ રૂ.1.80 કરોડનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.જ્યારે આ દરોડો પીઆઈ બી.ટી.ગોહિલ,પીએસઆઈ સાકરીયા,એએસઆઇ સુરેશ જોગરાણા, હરદેવસિંહ રાઠોડ,અશોક કલાલ, ધર્મેન્દ્રસિંહ જાડેજા,સહદેવસિંહ જાડેજા દ્વારા પાડવામાં આવ્યો હતો.હાલ પોલીસે ફરાર થયેલા બે મુખ્ય સુત્રધાર સહિત ચાર શખ્સોની શોધખોળ હાથ ધરી છે. આ મામલે સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે, આવ બાયોડીઝલનો વેપલો છેલ્લા એક માસથી ધમધમી રહ્યો હતો. તો પ્રશ્ન તે થઈ રહ્યો છે કે કેમ આ વિશેની જાણકારી સ્થાનિક પોલીસને પડી ન હતી.જેથી અનેક ચર્ચાઓ પોલીસ બેડામાં ચકચાર જગાડી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.