Abtak Media Google News

ગૌ ટેક એકસ્પોની તડામાર તૈયારીનું સ્થળ નિરીક્ષણ

200થી વધુ વિવિધ ગૌ પ્રોડક્ટના સ્ટોલ, ગૌ વિષયક સેમિનાર, રાત્રે ગૌ ડાયરો,હસાયરો,કવિ સંમેલન

વિશ્ર્વ લેવલનો ટેક્નિકલ બાબતો ને ઉજાગર કરતો રાજકોટમા Gau tech 2023 ના પ્રદર્શન રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે તા.24/ 5/2023 થી 28/05/2023 સુધી દરરોજ સવારના 09:00 થી સાંજ ના 07:00 સુધી 278785 સ્કવેર ફુટ ઉપર 4 ડોમ ઉભા કરવામા આવ્યા છે. 200 થી વધુ વિવિધ ગૌ પ્રોડક્ટના સ્ટોલ તેમજ સેમિનારનો એક ડોમ રાખવામાં આવેલ છે. ગૌ આધારિત વિષયો ઉપર સેમિનારો યોજાશે. ઉપરાંત રોજ રાત્રે 8/30 વાગે ગૌ ડાયરો, હસાયરો, કવિ સંમેલન રાખવામાં આવ્યા છે. તમામ ડોમ એરકન્ડિશન હોવાને કારણે આવનાર મુલાકાતીઓને કોઈ જાતની અગવડ પડશે નહીં.

ગૌ ટેક 2023 એક્સપો (મેળો)ની તડામાર તૈયારીનું નિરીક્ષણ કરતા ડો.વલ્લભભાઈ કથીરિયા, રાજુભાઇ ધ્રુવ, હંસરાજભાઈ ગજેરા, કલ્પકભાઈ મણીયાર, મિતલભાઈ ખેતાણી, અતુલભાઈ ગોંડલીયા સહિતના ગૌ ટેક કમિટીના સભ્યોએ સ્થળ નિરીક્ષણ કર્યું હતું.આ ગૌ ટેક -2023 એક્સપોમાં ડેરીના ધંદ્યાર્થીઓ, દૂધ પાઉડર વેચનાર, ડેરી મશીનરી વિક્રેતા, દૂધ પરીક્ષણની લેબોરેટરી સાધન વિક્રેતા, સાબુ બનાવનાર, કોસ્મેટિકના ઉત્પાદકો, સહકારી સંગઠનો, અર્ક વિતરકો, ગાયના છાણના વિવિધ મૂર્તિ ઉત્પાદકો, ધૂપ બનાવનાર, દવા બનાવનાર, કાષ્ટ બનાવનાર, ગોબર ગેસના પ્લાન્ટ નિર્માતાઓ, રંગ રસાયણ ઉત્પાદકો, જૈવિક ખાતરના ઉત્પાદકો, બાયો ડી.એ.પી ઉત્પાદકો, ખાણદાણ બનાવનાર કંપનીઓ, પંચગવ્યના ઉત્પાદકો, ગર્ભ સંસ્કાર કેન્દ્રો, પ્રાકૃતિક કૃષિના બીજ નિર્માતાઓ, ઓર્ગેનિક ફળ કે શાકના ઉત્પાદકો, ગાયની આનુવંશિક કાર્યશીલ કંપનીઓ, રાજ્ય પશુધન વિકાસ બોર્ડ, એન ડી આર આઈ, એન બી જી એ આર, આઈ વી આર આઈ અનુસંધાન કેન્દ્રો, પશુ ડોક્ટરોની ટીમો, આત્મનિર્ભર ગૌ પાલકો, પાંજરાપોળ માલિકો, ઇકો વિલેજના નિર્માતાઓ, કૌશલ વિકાસ કેન્દ્રો, કાઉ ટુરિઝમ, ચલાવનાર સંસ્થાઓ, એન આર આઈ તેમજ સ્વદેશી કંપનીઓ, સહકારી સંસ્થાઓ, જીવદયા કેન્દ્ર ચલાવનાર સંસ્થાઓ, એન જી ઓ, સી એસ આર કંપનીઓ ભાગ લઈ રહી છે. જેમાં ગ્લોબલ પ્લેટફોર્મ ઉપર આત્મનિર્ભર ભારતના મેઇક ઇન ઇન્ડિયાના મોડેલ દ્વારા આજનો યુવાન ધનવાન બની શકશે.આત્મનિર્ભર ભારતમાં રોજગારીનો મોટો વિકલ્પ, પર્યાવરણની સેવાનો ઉદ્દેશ, પ્રજા સ્વાસ્થ્યની ચિંતા કરતા ભારતના સબળ નેતૃત્વ ધરાવનાર ઋષિ પરંપરાના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા દેશ ફરી ગાય તરફ વળે, ગામડા તરફ વળે તેમજ પ્રકૃતિ તરફ વળે તેવા ઉમદા ઉદ્દેશ્ય સાથે ડો.વલ્લભભાઈ કથીરિયાએ ગૌ ટેક-2023નું આયોજન કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.