Abtak Media Google News

બેરોજગાર યુવક-યુવતિઓને ફુલ ડેની 60 થી વધારે પ્રકારની તાલીમ રહેવા-જમવા સાથે આપે છે વિનામૂલ્ય

31/07/2023 નાં રોજથી 30 દિવસની હેર સલૂન (ભાઈઓ માટે) તથા ફોટોગ્રાફી – વિડીઓગ્રાફી નાં તાલીમ વર્ગો શરૂ થવાના છે તો રાજકોટ અને મોરબી જીલ્લાના ગ્રામ્ય વિસ્તારના ભાઈઓ / બહેનોને લાભ લેવા વિનંતિ

અત્યારે આપણા દેશમાં વધતી જતી બેરોજગારી દેશના યુવક યુવતીઓ માટે એક વિકટ સમસ્યા બની ગઈ છે પોતાનું સંતાનની બેરોજગારી તેમના વાલીઓને પણ સતાવે છે બહુ ઓછી શક્યતાઓ તથા દિન પ્રતિદિન પ્રત્યે જતી પ્રતિસ્પર્ધન યુગમાં યુવાન પેઢીઓ પોતાનો ભારે અંગે અસલામત અનુભવે છે અત્યાર સુધીના અનુભવોને આધારે એમ કહી શકીએ કે સ્વરોજગારી એકમો સ્થાપવામાં ઉદ્યોગસાહસિકતાનો વિકાસ અને તાલીમ મહત્વના બની રહ્યા છે યુવક અને યુવતીઓને વ્યવસાયલક્ષી અને સ્વરોજગારી આપે તેવી તાલીમ આપવાનો અને તાલીમ પછી તેમને પગ પર બને ત્યાં સુધી સંભાળ લેવાનું કામ એસ બી આઈ  ગ્રામણીય સ્વરોજગાર તાલીમ સંસ્થા કરે છે

Advertisement

એસ.બી.આઇ. બેંક તથા ગરમીન વિકાસ મંત્રાલય ભારત સરકાર અને ગુજરાત સરકાર તરફાથી રાજકોટ જીલ્લાના ગામડામાં વસતા 18 થી 45 વર્ષની વય જૂથના બીપીએલ / અત્યોદય કાર્ડ , મનરેગા જોબકાર્ડ સખી મંડળના સભ્ય / એસઇસીસી યાદી સમાવિષ્ટ તમામ બેરોજગાર યુવક – યુવતીઓને ફૂલ ડે ની 50 થી વધારે પ્રકારની તાલીમ વિનામૂલ્યે આપવામાં આવે છે . હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી રાજકોટ, ગાર્ડી ગેટ પાસે એ જી . સ્ટાફ કોલોની સામે, એસ.બી.આઈ. ગ્રામીણ સ્વ – રોજગાર તાલીમ સંસ્થામાં 30 દિવસની બ્યુટી પાર્લરની તાલીમ ચાલુ છે.

આ તાલીમ અખો દિવસ સવારે 9.30 થી સાંજના 6 વાગ્યા સુધી શરૂ રહે છે તેમજ ઉત્તમ પ્રકારનું ચા-નાસ્તો અને જમવાનું તથા રહેવા માટે હોસ્ટેલની સુવિધા પણ નિશુલ્ક આપવામાં આવે છે . ઉક્ત તાલીમમાં તાલીમાર્થીઓને ઉચ્ચ કક્ષાની તાલીમ હેતુ તમામ પ્રકારનું રો મટીરિઅલ નિ:શુલ્ક પુરૂ પાડવામાં આવે છે . બ્યુટી પાર્લરના કોર્ષમાં તાલીમાર્થીઓને ટ્રેડીંગ વેક્સ ફેસીઅલ, મેનીક્યોર પેડીક્યોર, તમામ પ્રકારના હેર કટ, મેકઅપ, હેર સ્પા, બ્રાઈડલ અવનવી મહેદી ડીઝાઈન, નેઈલ આર્ટ, વિગેરે જેવી તાલીમ નિષ્ણાંત બ્યુટીશિયન રેખાબેન સોનાણી દ્વારા શીખવવામાં આવે છે

હાલ બ્યુટીપાર્લરની તાલીમમાં રાજકોટ જીલ્લાના પડધરી, જામકંડોરણા, જસદણ, વિછીયા, જેતપુર, લોધિકા, ગોંડલ, ઉપલેટા, ધોરાજી તાલુકાના ગ્રામ્ય વિસ્તારના બહેનો તાલીમ લઇ રહ્યા છે. તાલીમ બાદ તેમને સર્ટીફિકેટ આપવામાં આવે છે અને પોતાનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા નાણાકીય જરૂરિયાત હોય તો લોન વિષે માહિતગાર કરવામાં આવે છે. આ સંસ્થામાંથી અત્યાર સુધી 700 થી વધુ ભાઈઓ અને બહેનોએ તાલીમ લઈને પોતાનો સ્વતંત્ર વ્યવસાય કરી આત્મનિર્ભર બન્યા છે .આ પ્રકારની આર.સે.ટી. ભારતના તમામ 590 જીલ્લાઓમાં આવેલી છે જે ગ્રામિણ વિકાસ મંત્રાલય ભારત સરકાર , જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી રાજ્ય સરકાર , અને એસ.બી.આઈ. બેન્કના સહિયારા સાથથી સંચાલન થાય છે.

‘અબતક’ ની શુભેચ્છા મુલાકાતિ જીગ્નેશગીરી ગોસ્વામી તથા સંદીપ ગઢવી તેમજ તાલીમાર્થી બહેનો ઉ5સ્થિત રહ્યા હતા. રાજકોટ અને મોરબી જીલ્લાના ગ્રામ્ય વિસ્તારના બેરોજગાર યુવક / યુવતીઓ સંસ્થાની મુલાકાત લઈને તાલીમ લેવા માટે આવી શકે છે તેમ આર.સે.ટી. ડીરેક્ટર વિજયસિંહ આર્ય અખબારી યાદીમાં જણાવે છે . વધુ વિગત માટે ડીરેક્ટર વિજયસિંહ આર્ય મો.નં. 76000 42345 , ફેકલ્ટી જીગ્નગીરી ગોસ્વામી મો.નં. 99789 11008 , ફેકલ્ટી સંદીપ મઢવી મો.નં. 9737397273 નો સંપર્ક કરી શકે છે.

સંસ્થા આ ભગીરથ કાર્ય અને સામાજિક જવાબદારી અદા કરવા કટિબંધ છે: જીગ્નેશ ગીરી ગોસ્વામી

અબતકની શુભેચ્છા મુલાકાતે આવેલા જીગ્નેશ ગીરી ગોસ્વામી એ જણાવ્યું હતું કે ભારતના 590 જિલ્લાઓમાં એસબીઆઈ આરસીટી કાર્યરત છે ત્યારે રાજકોટ અને મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના બેરોજગારી યુવક યુવતીઓ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રોજગાર તાલીમ સંસ્થા આવેલી છે તેમાં 60 થી વધારે પ્રકારની તાલીમ વિનામૂલ્યે આપવામાં આવે છે તાલીમ લીધા બાદ તાલીમાર્થોને સ્વરોજગારી પૂરી પડે તે

માટે તેમને ઉદ્યોગ માટેની લોન પણ કરાવવા માં સંસ્થા મદદ કરે છે સંસ્થામાં ચાલતી તમામ તાલીમ વિનામૂલ્યે છે તેમ જ રહેવા તેમજ જમવા ની વ્યવસ્થા શૈક્ષણિક સાધનોનો ઉપયોગ તમામ વસ્તુ વિનામૂલ્યે આપવામાં આવે છે તાલીમ પછી પોતાનું એકમ શરૂ કરવા માટે જરૂરી માર્ગદર્શન અને લોન સહાય અંગે પણ માહિતી આપવામાં આવે છે

તાલીમ પૂર્ણ થયા બાદ એસબીઆઇ આર.સે ટી ના સહયોગથી હું મારું પાર્લર ખોલીશ: તાલીમાર્થી માલવિકા

હું એસ બી આઈ ગ્રામણીય સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા બ્યુટી પાર્લર ના કોર્સની તાલીમ લઈ રહી છું 30 દિવસની વિનામૂલ્યે બ્યુટી પાર્લર ની તાલીમમાં બ્યુટી પાર્લર ના કોર્સમાં ટ્રેડિંગ વેશ વેક્સ ફેશિયલ હેર કટ થી માંડીને નેલ આર્ટ તેમજ બ્રાઈડલ લુક પણ શીખવાડવામાં આવે છે અહીંથી મારી તાલીમ પૂર્ણ કરી વધુને વધુ પ્રેક્ટિસ કરી મારું પોતાનું પાર્લર ખોલવા માગો છો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.