અંગદાન અંગે જાગૃતિ લાવવા અમદાવાદ મેરેન્ડો સિમ્સનો સેમિનાર યોજાયો

‘વર્લ્ડ ઓર્ગન ડે’ પર મેરેન્ગો સિમ્સની પહેલ

ડો. ધીરેન શાહ, ડો. પ્રકાશ લુધાનિ, ડો. વિકાસ પટેલ સહિતના નિષ્ણાતોએ ઓર્ગન ડોનેટ માટે કરી અપીલ

આ સેમીનારનો મુખ્ય હેતુ લોકોમાં અંગદાન અંગેની સમજ કેળવાય, લોકો અંગદાન માટે આગળ આવે એ માટેનો હતો. આ ઉપરાંત મેરેન્ગો સિમ્સ હોસ્પિટલના નિષ્ણાંત  ડોકટરો દ્વારા અંગોના પ્રત્યારોપણ થી નવુ જીવન વિષય પર ખાસ માહીતી આપવામાં આવી હતી.

મેરેન્ગો સિમ્સ હોસ્પિટલના હાર્ટ અને લંગ ટ્રાન્સ પ્લાન્ટ પ્રોગ્રામના ડાયરેકટર ડો. ધીરેન શાહે જણાવ્યા મુજબ ભારતમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની સંખ્યા વધી હોવાને કારણે તે દક્ષિણ એશીયામાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટનું અગત્યનું કેન્દ્ર બન્યું છે. વર્ષ 2014 માં ભારતમાં પ3 હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયા હતા. જેની સંખ્યા 2018 માં વધીને ર41 ની થઇ છે. વર્ષ 2020 માં દેશમાં 351 કેડેવર ઓર્ગન ડોનેશન થયા હતા.

જે પૈકી 90 ગુજરાતમાં થયા હતા. કોવિડ દરમિયાન 89 હાર્ટ ટ્ાન્સપ્લાન્ટ થયા હતા જેમાંથી 14 સિમ્સ અમદાવાદે કર્યા હતા. જે દેશમાં બીજા ક્રમની હોસ્પિટલ બની હતી. અંગદાતાથી દર્દી સુધી હ્રદયને ગ્રીન કોરિડોર મારફતે પહોચાડવામાં લાગતા સમયમાં પણ ઘટાડો થવાના વિક્રમો થયા છે. લીવર ટ્રાન્સપ્લાન્ટના નિષ્ણાંત ડો. વિકાસ પટેલના જણાવ્યા મુજબ દુનિયાભરમાં ભારત દેશમાં સૌથી વધારે લિવીંગ ડોનર લીવર ટ્રાન્સપ્લાન્ટ થાય છે. સિરોસિસ માટે ટ્રાન્સપ્લાન્ટ એ સફળ અને સલામત ઇલાજ તરીકે પ્રસ્થાપિત થયુ છે. તો બીજી તરફ દેશમાં ગણાબધા લોકો બ્રેઇન ડેડ થઇ મૃત્યુ પામતા હોય છે.આ સંજોગોમાં જો આવા વ્યકિતના અંગોનું દાન કરાવામાં આવે તો કોઇપણ વ્યકિતએ પોતાના જીવતે અંગોનું દાન કરવું ના પડે.

અમદાવાદની મેરેન્ગો સિમ્સ હોસ્પિટલ સમગ્ર રાજયમાં આરોગ્ય ક્ષેત્રે નોંધપાત્ર ફાળો આપી રહી છે. તેવામાં હોસ્પિટલ દ્વારા આજદિન સુધી 3ર હ્રદય, 36 લીવર, ર9 કિડની મળી કુલ 97 અંગોના ટ્રાન્સપ્લાન્ટ કરી મૃત્યુના દ્વારે ઉભેલા ઘણા બધા દર્દીઓને નવું જીવન આપ્યું છે.ગુજરાતમાં પ્રથમ સફળ હાર્ટ ટ્ાન્સપ્લાન્ટ સર્જરી પણ ર016 માં મેરેન્ગો સીમ્સ હોસ્5િટલમાં કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે મેરેન્ગો સિમ્સ હોસ્પિટલ દ્વારા સૌરાષ્ટ્ર પંથકમાં રાજકોટ ખાતે ગીરીરાજ હોસ્પિટલમાં દર મહિનાના બીજા શનિવારે હ્રદય, લીવર, ફેફસા અને કીડનીના રોગના નિદાન માટે ઓપીડી શરુ કરવામાં આવેલ છે જેનો લાભ સમગ્ર સૌરાષ્ટ્રના લોકોને થનાર છે.

મેરેન્ગો સિમ્સ હોસ્પિટલના ડો. ધીરેન શાહ જાહેર અપીલ કરતા જણાવે છે કે આપણે સૌ સાથે મળી અંગદાન વિષયને આવકારીએ અને બ્રેઇનડેડ થયેલા પોતાના સ્વજનના અંગોના દાન કરાવી અંગ નિફળતાના દર્દોઓને નવું જીવન આપવા આગળ આવીએ.