Abtak Media Google News
  1. રાજકોટના એક ચોંકાવનારી ઘટના સામે આવી છે કે જ્યાં બહેનપણીના ભાઈએ જ સગીરા પર દુષ્કર્મ આચર્યું છે. લગ્નની લાલચ આપીને સગીરા પર શાળા બાથરૂમમાં એકવાર નહિ પરંતુ બે વાર દુષ્કર્મ આચાર્ય હતું. છોકરીની મરજી ન હોવા છતાં પણ આ શખ્સે લગ્નની લાલચ આપીને તેના સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. આરોપી સુરત રહેતો હતો અને કોઈ પ્રસંગ હોવાને કારણે બહેનના ઘરે રાજકોટ આવ્યો હતો.

બહેનપણીના ભાઇએ લગ્નની લાલચ આપ્યા બાદ રાજકોટમાં અલગ-અલગ સ્થળે બે વખત મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજાર્યું હતું.ત્યારબાદ તે સુરત જતો રહ્યો હતો.આરોપી રાજકોટથી સુરત ગયા બાદ થોડા દિવસ વાત કર્યા બાદ સંપર્ક તોડી નાખ્યો અને સગીરાને મેસેજમાં જવાબ ન આપતો ન્હોતો એકવાર તેણીએ લગ્ન બાબતે પૂછતાં આરોપીએ જણાવ્યુ હતું કે, તું અહીં આવી જા, આપણે સુરત લગ્ન કરી લઇશું, આથી સગીરા પરિવારને કહ્યા વગર જ સુરત પહોંચી ગઇ હતી. ત્યાં સુરતમાં દીકરી આરોપીને મળ્યા બાદ થોડા કલાકો સાથે રહ્યા બાદ આરોપીએ કહ્યું, હવે તું તારા રસ્તે અને હું મારા રસ્તે, તારે અને મારે કઈ નહીં.

આ વાત જાણીને નિરાશ થયેલી સગીરા રાજકોટ પરત આવી અને સમગ્ર ઘટના પોતાની માતાને જણાવી.માતાને હકીકત જણાવતા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે મહિલા પોલીસ મથકના સ્ટાફે સુરતના સગીરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સગીર આરોપીને સુરતથી પકડી બી ડિવિઝન અને મહિલા પોલીસે બાળ અદાલત હવાલે કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.