Abtak Media Google News

ગત વર્ષની સરખામણીએ ઉત્પાદનમાં ગાબડુ પડતા ચાના ભાવમાં સરેરામ

રૂ.૧૫૦ સુધીનો વધારો: ગુજરાત ટી ટ્રેડર્સ એસો.ના પ્રમુખ દિનેશભાઇ કારીયા

પ્રવર્તમાન પરિસ્થિતિમાં ‘ચા’બજારમાં ભાવો ખૂબ જ ઉંચા જઇ રહ્યા છે. ચાનું નવું ઉત્પાદન સમયમાં કોવિડ-૧૯ ને લઇને સમગ્ર દેશમાં લોકડાઉન થયેલ, માર્ચ, એપ્રિલમાં નવી ચા ની શરૂ આત થતી હોય લોકડાઉનને લઇને ચા ઉત્પાદન ઉપર ખૂબ ગંભીર અસર જોવા મળી છે. ઓછા ઉત્પાદનને લઇને ચા ઉત્પાદકોની હાલત ખુબ કફોડી બની છે. ગત વર્ષ ૨૦૧૯ ની સરખામણીમાં આ વર્ષ ૨૦૨૦ માં ચાનું ઉત્પાદન લગભગ ૧૭૦ મીલીયન કીલો ઓછું થયેલ છે. આવી પરિસ્થિતિમાં ચા ના ભાવમાં એવરેજ રૂ.૧૦૦ થી ૧૫૦ રૂપિયા સુધીનો ભાવ વધારો જોવા મળેલ છે.

Advertisement

6 5

હાલમાં પશ્ર્ચિમ બંગાળ, સીલીગુડીમાં ગાર્ડનના ભાવની એવરેજ રૂ.૨૪૦/- થી લઇને રૂ.૩૫૦/- સુધી અને બોટલીફ ફેકટરીના ભાવની એવરેજ રૂ.૧૮૦/- થી લઇને રૂ.૨૪૦/- સુધી છે. તેવી જ રીતે આસામ ગાર્ડનના ભાવ રૂ.૨૮૦/- થી લઇને રૂ.૫૦૦/- સુધી તેમજ બોટલીફ ફેકટરીના ભાવ રૂ.૧૯૦/- થી રૂ.૨૪૦/- સુધીના છે. કચાર એરિયામાં પણ ગાર્ડનના ભાવો રૂ.૨૦૦/- થી ૨૬૦/-  સુધી તેમજ બોટલીફ ફેકટરીના ભાવો રૂ.૧૮૦/- થી રૂ ૨૩૦/- સુધીના છે અને જી.ટી.ટી. એ. ના પ્રમુખ દિનેશભાઇ કારીયાએ વધુમાં જણાવતા કહ્યું હતું કે, આ ઉપરાંત પ્રતિકુળ હવામાન અને આબોહવાની વિપરીત અસર જોવા મળી છે.

આસામ અન પશ્ર્ચિમ બંગાળમાં ખૂબ વરસાદને લઇપુરની ગંભીર પરિસ્થિતિને લઇ ચા બગીચામાં ખૂબ પાણી ભરાયેલ છે. જેની સીધી અસર ઉત્પાદન ઉપર જોવા મળી રહી છે. ઓછા ઉત્પાદનને લીધે ચા ની કવોલીટી ખુબ સારી બનતી હોવાથી એકસપોર્ટની ડીમાન્ડ પણ ખુબ સારી છે.

આવનાર સમય જુલાઇ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં ખુબ ઉંચી ગુણવત્તાવાળી ચાનું ઉત્પાદન થતું હોય ભારતના મોટાથી લઇ નાના પેકેટર્સ સ્ટોક માટેની ચા ખરીદતા હોય હજુ પણ આવનાર સમયમાં ચા ના ભાવોનો વધુ ભાવ વધારો જોવાઇ રહ્યો છે તેવું ચા વિશેષકોનું માનવું છે. ઉપરોકત બધી જ પરિસ્થિતિને લઇને ચા બજાર ખૂબ સારી છે અને રહેશે તેવું ચોકકસ છે.ગત મહિનામાં કલકતા વેરહાઉસમાં ચા નો જથ્થો રહે છે ત્યાં વાવાઝોડાની અસર પણ જોવા મળેલ છે તેને લઇને પણ ખુબ જ નુકશાન થયેલ છે અને ભારતના મોટા બ્લેન્ડરો, હિન્દુસ્તાન લીવર, ટાટા ટી વગેરે દરેક નાના મોટા પેકેટર્સની સારી ડીમાન્ડને લઇને ભાવ વધારો જોવા મળેલ છે.

  • સીલીગુડી ઓકસન એવરેજ ભાવ

વર્ષ ૨૦૧૯              વર્ષ ૨૦૨૦

રૂ.૧૫૯-૦૦ ગાર્ડન     રૂ.૨૪૧-૦૦ ગાર્ડન

રૂ.૧૦૦-૦૦ બોટલીફ   રૂ.૧૭૬-૦૦ બોટલીફ

  • આસામ ઓકસન એવરેજ ભાવ

વર્ષ ૨૦૧૯          વર્ષ ૨૦૨૦

રૂ.૧૭૫-૦૦ ગાર્ડન     રૂ.૨૭૮-૦૦ ગાર્ડન

રૂ.૧૨૫-૦૦ બોટલીફ   રૂ.૨૨૪-૦૦ બોટલીફ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.