Abtak Media Google News

શિક્ષણ વિભાગે જાહેર કરેલા એકેડેમિક કેલેન્ડરમાં 21મી જૂનથી સત્ર શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે

રાજ્યના ઊચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં દરેક સરકારી યુનિવર્સિટીઓ માટે વાર્ષિક એકેડેમીક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં યુ.જી. અને પી.જી.માં શૈક્ષણિક સત્ર 21મી જૂનથી શરૂ કરવાની તાકીદ કરવામાં આવી છે. જો કે, આ એકેડેમીક કેલેન્ડર પ્રમાણે અનેક યુનિવર્સિટીઓમાં પ્રથમ શૈક્ષણિક સત્ર શરૂ થાય તેમ નથી. આમ, વાસ્તવિક સ્થિતિને ધ્યાનમાં રાખીને કેલેન્ડર બનાવવામાં આવ્યું ન હોવાનો મત શિક્ષણવિદ્ો કરી રહ્યાં છે. શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા એકેડેમિક કેલેન્ડરમાં સેમ-3, 5 અને પી.જી. સેમ-3 માટે 15મી જુનથી અને યુજી-પીજીમાં નવા પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ માટે 21મી જૂનથી પ્રથમ સત્ર શરૂ કરવાની સ્પષ્ટતા કરવામાં આવી છે.

મહત્વની વાત તો એ છે કે, હજુ સુધી ધો-12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરાયું નથી. પરિણામ આવ્યા બાદ ફાઇનલ રજીસ્ટ્રેશન માટે વિદ્યાર્થીઓને અંદાજે 10 દિવસનો સમય આપવો પડે તેમ છે. આ પ્રોવિઝનલ મેરિટલીસ્ટ અને મોક રાઉન્ડ માટે ચોઇસ ફિલિંગનો સમય આપ્યા બાદ તેનું પરિણામ જાહેર કરવામાં પાંચ દિવસ પસાર થાય તેમ છે. ફાઇનલ સીટ મેટ્રીક્સ, ફાઇનલ મેરિટલીસ્ટ અને પ્રથમ રાઉન્ડમાં ચોઇસ માટે પાંચ દિવસનો સમય આપવામાં આવે. ઉપરાંત કેલેન્ડરમાં કોલેજોએ પરીક્ષાઓ ક્યારથી લેવી તે અંગે પણ કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

કોલેજોની આંતરિક પરીક્ષા, પ્રોજેક્ટ વર્ક 30મી એપ્રિલ સુધીમાં પુરા કરવા તાકીદ કરવામાં આવી છે. જો કે, 30 એપ્રિલ સુધીમાં કોલેજો ઇન્ટરનલ પરીક્ષા પુરી કરે તો વાર્ષિક પરીક્ષા મે માસમાં એટલે કે ઉનાળાના વેકેશનમાં જ લેવી પડે તેમ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.