Abtak Media Google News

અટલ બિહારી બાજપાઇ ઓડિટોરિયમ પાસેના અનામત પ્લોટ પર રમતવીરો માટે ગ્રાઉન્ડ બનાવવાનું આયોજન

શહેરના સામા કાંઠા વિસ્તારમાં પેડક રોડ પર અટલ બિહારી બાજપાઈ ઓડીટોરીયમ પાસે અનામત રાખવામાં આવેલ પ્લોટમાં વોકિંગ ટ્રેક, પાર્કિંગની સુવિધા, વોલીબોલ ગ્રાઉન્ડ, બાસ્કેટ બોલ ગ્રાઉન્ડ, નાના-મોટા કસરત માટેના સાધનો તેમજ ફૂડ પ્લાઝા વગેરેની સુવિધાઓ સાથે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ બનાવવામાં  આવશે આજે  અંતર્ગત મ્યુનિ. કમિશનર આનંદ પટેલે સ્થળની મુલાકાત કરી હતી.

વોર્ડ નં. 4 અને 5નાં સ્થાનિક કોર્પોરેટર તથા ભૂતપૂર્વ ડેપ્યુટી અશ્વિનભાઈ મોલીયા, વલ્લભભાઈ દુધાત્રા સાથે રહીને મ્યુનિ. કમિશનર તેમજ બાધકામ શાખા, ટાઉન પ્લાનીગ શાખા વગેરે વિભાગો સાથે સ્થળ વિઝીટ કરી હતી તેમજ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડનું વોર્ડ નં. 5માં કામ સત્વરે ચાલુ કરવા માટે મ્યુનિ. કમિશનર દ્વારા સંબંધિત શાખાને સૂચના  આપવામાં આવી હતી.  આ વિઝિટ દરમ્યાન સિટી એન્જી. પરેશ અઢીયા, પી.એ.(ટેક.)ટુ કમિશનર હિમાંશુ દવે, ડી.ઈ.ઈ. શ્રીવાસ્તવ અને એ.ટી.પી. ધામેચા ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.