Abtak Media Google News

ગુજરાત રાજય બીજ નિગમ લિ.ના ચેરમેન રાજસીભાઈ જોટવા, યુનિવર્સિટીના કુલપતિ, કુલ સચિવ, નગરજનો, વિદ્યાર્થી મિત્રો સહિતના હાજર રહ્યા

રાષ્ટ્રના લોહપુરૂષ અને ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઇ પટેલની યાદગીરી રાજયની યુનિવર્સિટીઓ અને કોલેજોમાં કાયમ રહે અને રાજયની યુવા પેઢી તેમના જીવનમાંથી પ્રેરણા મેળવતી રહે તેવા શુભ આશયથી રાજય સરકારની વિચારણા હતી કે તેઓશ્રીની પ્રતિમા રાજયની યુનિવર્સિટીઓ અને કોલેજના કેમ્પસમાં સ્થાપિત કરવામાં આવે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકારના તા.૦૫-૧૨-૨૦૧૮ના પરિપત્ર ક્રમાંક: પરચ-૨૦૧૮-૦૩૧૨-ખનાં આદેશથી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી પરિસરમાં  તા.૨૧-૧૨-૨૦૧૮ના રોજ સાંજે ૪:૩૦ કલાકે શૈક્ષણિક ભવન માં આવેલ સભાગારમાં સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા પ્રસ્થાપિત કરવામાં આવી. 

Whatsapp Image 2018 12 21 At 6.23.22 Pm 1

લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા પ્રસ્થાપિત કરવાના કાર્યક્રમમાં મુખ્ય અતિથિરૂપે  રાજસીભાઇ જોટવા, ચેરમેન, ગુજરાત રાજય બીજ નિગમ લિમિટેડ, ગાંધીનગર, યુનિવર્સિટીના કુલપતિ, કા.કુલસચિવ, નગરજનો, પદાધિકારીઓ, શાળા-કોલેજ આચાર્યશ્રીઓ, યુનિવર્સિટીના અધિકારીઓ, પત્રકારઓ  (ઇલેકટ્રોનિક, પિન્ટમીડિયાના મિત્રો) ઉપસ્થિત રહ્યાં. વેરાવળ શહેર ભાજપ પ્રમુખ પ્રવિણભાઇ રૂપારેલીયા તથા વેરાવળ તાલુકા મામલતદાર  ડી.વી.આંબલીયા પણ ઉપસ્થિત રહ્યા. સૌએ સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને કુલહાર અને પુષ્પ અર્પણ કર્યાં.

Whatsapp Image 2018 12 21 At 6.23.21 Pm 2

રાજસીભાઇ જોટવાએ કહ્યું કે સરદાર વલ્લભભાઇ પટેલ  એક ઉમદા કાર્ય કર્યુ. ભારત દેશ આઝાદ થયો ત્યારે દેશમાંથી છૂટા છવાયેલાં ૫૬૨ જેટલાં રજવાડાઓને મનાવી ભારત દેશમાં તે તમામનું વિલીનીકરણ કર્યુ. ૨૦૧૦માં તત્કાલીન માનનીય મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ સરદાર વલ્લભભાઇ પટેલનું વિશ્વમાં સૌથી ઉંચી પ્રતિમા બનાવવાનો શુભ સંકલ્પ કર્યો. ૨૦૧૩માં ગુજરાતના ૧૮,૫૦૦ ગામો-શહેરોમાંથી લોખંડ ભેગું કરી આ પ્રતિમા તૈયાર કરવા માટે તેનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું.

યુનિવર્સિટીના કુલપતિ પ્રો.ગોપબંધુ મિશ્રએ કહ્યું કે, ભારત દેશને ૧૯૪૭માં મળેલ આઝાદી રાજકીય દ્રષ્ટિએ ખંડિત હતી. આવા સમયે લોહપુરૂષ અને રાષ્ટ્રપુરૂષ એવા સરદાર વલ્લભભાઇ પટેલે ખંડિત દેશને પોતાનાં અથાક પ્રયત્નોથી અખંડ ભારતનું સ્વરૂપ આપી રાજકીય સ્થિરતા આપી, જે આપણા સૌ માટે ગૌરવની બાબત છે. યુનિવર્સિટીમાં સ્થપાયેલ સ્ટેચ્યુ ઓફ઼ યુનિટી એ આપણા સૌ માટે એકતાનું અને દ્રઢ સંકલ્પશક્તિનું પ્રતીક છે. સૂર્યોદય અને સૂર્યાસ્તની ઉપમા આપી સૌને સૂર્યની ક્રાંતિ સમાન તેજસ્વી જીવન જીવવાની હાકલ કરી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.