Abtak Media Google News

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાજીએ એક મહત્વપૂર્ણ મુદ્દા પર મીડિયાને સંબોધતા કહ્યું કે, હું ભાગ્યશાળી છું કે હું આજે સવારે સોમનાથમાં મહાદેવજીના દર્શન કરવા જઈ શક્યો. સોમનાથ મંદિરમાં મને દિવ્ય દર્શન કરવાનો અવસર મળ્યો અને મને તે ખૂબ સારું લાગ્યું. સમગ્ર ગુજરાતમાં આ વખતે પરિવર્તનનું વાવાઝોડું ફૂંકાઈ રહ્યું છે. દરેક જગ્યાએ એવી વાત થઈ રહી છે કે આ વખતે પરિવર્તન જોઇશે. જ્યારે હું ગઈ વખતે આવ્યો હતો ત્યારે હું ઉત્તર ગુજરાતમાં 6 દિવસના પ્રવાસે હતો.

ત્યારે હું નાના-નાના કસ્બાઓમાં ગયો, ગામડાઓમાં ગયો, દરેક જગ્યાએ ગુજરાતના લોકો એવું જ કહી રહ્યા હતા કે આ વખતે પરિવર્તન જોઇએ છે અને અહીં પણ દેખાઇ રહ્યું છે કે આ વખતે પરિવર્તન લાવવાનો છે. આવો જ માહોલ મને પંજાબમાં જોવા મળ્યો હતો અને આવો જ માહોલ મને દિલ્હીમાં પણ જોવા મળ્યો હતો કે લોકોને પરિવર્તન લાવવું છે. ગુજરાતના ખૂણે-ખૂણેથી એક જ અવાજ આવી રહ્યો છે કે, 27 વર્ષ થઈ ગયા કે ન તો કોઇ શાળાનું કામ થયું કે ન તો હોસ્પિટલનું કામ થયું. ધીમે ધીમે શાળાઓ બગડતી ગઈ, હોસ્પિટલો બગડતી ગઈ, નોકરીઓની સ્થિતિ બગડતી ગઈ, લોકોનાં ધંધા નીચે આવી ગયા, નાના-નાના વેપારીઓ બધા દુ:ખી થયા ગયા, વીજળી મોંઘી થતી રહી.

ગુજરાતમાં 27 વર્ષમાં તેમણે શાળાઓની હાલત કફોડી કરી નાખી છે. ગુજરાતમાં 44 લાખ બાળકો પ્રાઇવેટ શાળાઓમાં ભણે છે અને 56 લાખ બાળકો સરકારી શાળાઓમાં ભણે છે. જો બાળકો પ્રાઇવેટ શાળાઓમાં ભણે છે તો તેમનાં માતા-પિતા દુ:ખી છે કારણ કે પ્રાઇવેટ શાળાઓએ તેમને લૂંટી લીધા છે. અને સરકારી શાળામાં ભણતા બાળકોના વાલીઓ એટલા માટે દુ:ખી છે કારણ કે તેઓ ત્યાં ભણીને તેમનું કોઈ ભવિષ્ય બનતું નથી.

ગુજરાતમાં 48,000 સરકારી શાળાઓ છે. આજે વડાપ્રધાનજી મિશન એક્સિલન્સનું ઉદ્ઘાટન કરવા આવ્યા. મને એવું લાગી રહ્યું છે કે 27 વર્ષમાં પહેલીવાર આવી સારી શાળાનું ઉદઘાટન થઈ રહ્યું છે. અમે ગુજરાતની તમામ સરકારી શાળાઓની મુલાકાત લીધી છે, અમે જોયું છે કે કોઈ જગ્યાથી છત લીક થઈ રહી છે, ક્યાં કેવી વ્યવસ્થા છે. 48,000 શાળાઓમાંથી 32,000 શાળાઓની હાલત ખરાબ છે. આ 32 હજારમાંથી 18 હજાર શાળાઓ એવી છે કે જેમાં ઓરડા નથી, શિક્ષકો નથી.

દેશના ઈતિહાસમાં દિલ્હી સરકાર એકમાત્ર એવી સરકાર છે જે તેના બજેટનાં 25% શાળાઓ પાછળ ખર્ચે છે, બાકી બધી જગ્યાએ 10% થી 12%, ભારત સરકાર તો માત્ર 3% ખર્ચ કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.