Abtak Media Google News

હોટલ સંચાલક સહિત બે ઝડપાયા: 3.57 લાખનો મુદા માલ કબ્જે

રાજકોટ-લીંબડી ધોરી માર્ગ પર આવેલા સાયલા નજીક નાગરાજ નામની હોટલમાં એલસીબીએ દરોડો પાડી શંકાસ્પદ ડીઝલનો જથ્થો ઝડપી પાડી હોટલ સંચાલક સહિત બેની ધરપકડ કરી ડીઝલ અને કાર મળી રૂા.3.57 લાખનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ પ્રાપ્ત વિગત મુજબ સુરેન્દ્રનગર જીલ્લામાં ચોરાઉ ડીઝલના ગેરકાયદે વેપલાને ડામી દેવા જીલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયાએ આપેલી સુચનાને પગલે એલસીબીના પી.આઈ. ડી.એમ.ઢોલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. વી.આર.જાડેજા સહિતનો સ્ટાફે પેટ્રોલીંગ હાથ ધર્યું હતુ ત્યારે સાયલા નજીક નાગરાજ ઢાબા નામની હોટલના સંચાલક રામ કૈલાસ શ્રીબ્રહ્માદેવ શાહ નામનો શખ્સ ચોરાઉ કે છળકપટથી મેળવેલ ડીઝલનો જથ્થો છુપાવ્યો હોવાની એ.એસ.આઈ. જુવાનસિંહ અને ભુપેન્દ્રભાઈની બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી હોટલમાંથી રૂા.65 હજારની કિંમતનો 640 લીટર ડીઝલના જથ્થા સાથે હોટલના સંચાલક રામ કૈલાસ શાહ અને મુળી તાલુકાના ઉમરડા ગામનો ભરત કનીરામ ગોંડલીયા સહિત બન્નેની ધરપકડ કરી ડીઝલ અને કાર મળી રૂા.3.57 લાખનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.