Abtak Media Google News

રશિયાના ત્રીજા સૌથી મોટા શહેર નોવોસિબિર્સ્કના એક તળાવની તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. પરંતુ વૈજ્ઞાનિકો તેનાથી દૂર રહેવાની સલાહ આપી રહ્યા છે. જો કોઈ તેમાં પડી જાય તો તેના માટે બચવું મુશ્કેલ થઈ શકે છે. આ તળાવને સાઇબેરીયન માલદીવ પણ કહેવામાં આવે છે.

રશિયાના શહેર નોવોસિબિર્સ્કના એક તળાવની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. કેટલીક તસવીરોમાં બિકીનીમાં એક મહિલા વોટર બેંક પર પોઝ આપતી જોવા મળી રહી છે તો કેટલીક તસવીરોમાં એક વ્યક્તિ બોટિંગ કરતી જોવા મળી રહી છે. પણ વાસ્તવમાં આ બધું ભ્રમણા છે. વર્ષો પહેલા પણ આ સરોવરની તસવીરો વાયરલ થઈ હતી, જ્યારે વૈજ્ઞાનિકોએ તેના વિશે ચેતવણી જાહેર કરી હતી અને તળાવના ભયાનક સત્ય વિશે જાણકારી આપી હતી. ત્યારે વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે પ્રવાસીઓએ તેના આકર્ષક પીરોજ રંગથી છેતરવું જોઈએ નહીં, કારણ કે આ તળાવ વાસ્તવમાં એક ઝેરી જળાશય છે. આમાં નજીકના પાવર પ્લાન્ટમાંથી રાસાયણિક અવશેષો ફેંકવામાં આવે છે.

Siberian Maldives

વૈજ્ઞાનિકોએ કહ્યું કે આ સુંદર રંગ જે લોકોને સ્વર્ગની અનુભૂતિ કરાવે છે તે વાસ્તવમાં પાણીમાં ઓગળેલા કેલ્શિયમ અને મેટલ ઓક્સાઈડ વચ્ચેની રાસાયણિક પ્રક્રિયાનું પરિણામ છે. આવી સ્થિતિમાં જો કોઈ તેની અંદર જાય છે, તો તેના માટે બચવું મુશ્કેલ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે રશિયાના ત્રીજા સૌથી મોટા શહેરના સ્થાનિક રહેવાસીઓએ તળાવને “સાઇબેરીયન માલદીવ્સ” કહેવાનું શરૂ કરી દીધું હતું. આવી સ્થિતિમાં લોકો અહીં સેલ્ફી લેવા આવવા લાગ્યા અને ઘણા લોકો ફેશન અને વેડિંગ ફોટોગ્રાફી માટે પણ આવવા લાગ્યા. કેટલાકે તળાવમાં ફરવાનો પ્લાન પણ બનાવ્યો હતો.

Siberian Maldives

જો કે તે સમયે પાવર પ્લાન્ટ સાથે સંકળાયેલી કંપનીએ જણાવ્યું હતું કે તળાવ ઝેરી નથી, પરંતુ પાણી અત્યંત આલ્કલાઇન હતું. આવી સ્થિતિમાં, જો કોઈ તેના પાણીને સ્પર્શ કરે છે તો તેની ત્વચામાં બળતરા થઈ શકે છે. તેના સોશિયલ મીડિયા પેજ પર કંપનીએ લોકોને સાવચેત રહેવાની સલાહ આપતા કહ્યું, “સેલ્ફી લેવાના ચક્કરમાં રાખના ઢગલા પર ના પડી જતા.” એટલું જ નહીં, કંપનીએ એમ પણ કહ્યું હતું કે તળાવ માત્ર 3 થી 6 ફૂટ ઊંડું છે અને નીચે ઘણો કાદવ છે. આવી સ્થિતિમાં જો કોઈ વ્યક્તિ પડી જાય, તો તેને મદદ વિના પાણીમાંથી બહાર કાઢવું ​​”વ્યવહારિક રીતે અશક્ય” છે.

Siberian Maldives

ચેતવણીઓ આપવા છતાં પ્રવાસીઓ તળાવમાં આવવાનું ચાલુ રાખે છે અને કેટલાક તો પાણીમાં પ્રવેશ કરે છે. પરંતુ જે લોકો પાણીમાં જાય છે તેમને પણ પરિણામ ભોગવવા પડે છે. ક્યારેક કોઈને ચહેરા પર પિમ્પલ્સ આવે છે તો ક્યારેક કોઈને નાક અને ગળામાં સૂકા થવાની ફરિયાદ થાય છે. ઘણા લોકો કહે છે કે પાણીમાં મજબૂત ડીટરજન્ટની ગંધ આવે છે. તમને જણાવી દયેકે આ તળાવ કુદરતી નથી. નોવોસિબિર્સ્ક શહેરને ઉર્જા પૂરી પાડતા થર્મલ પાવર સ્ટેશન પર કોલસો સળગાવવાના પરિણામે રાસાયણિક રાખને ડમ્પ કરવા માટે તે ખોદવામાં આવ્યું હતું. 1970ના દાયકામાં બનેલ આ પાવર પ્લાન્ટ સાઇબિરીયામાં તેના પ્રકારનો સૌથી મોટો પાવર પ્લાન્ટ છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.