Abtak Media Google News

 

  • માલ સગેવગે કરનાર ટ્રક ડ્રાઇવર સુરત પંથકમાંથી ઝડપાયો

  • પોલીસે 82 લાખના મુદ્દામાલ સાથે આરોપી ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ઝાલાને સુરત પંથકમાંથી દબોચી લીધો

જામનગર ન્યૂઝ

જામનગર નજીક દરેડ વિસ્તારમાં એક ટ્રાન્સપોર્ટની પેઢી મારફતે બ્રાસ ઉત્પાદનનું એકમ ધરાવતા એક વેપારીની પેઢીમાંથી નીકળેલો જામનગરનો એક ટ્રક ચાલક એકાએક છુમંતર થયો હતો. ટ્રક ડ્રાઇવર લાખો રૂપિયાનો બ્રાસનો માલ ચાઉ કરી ટ્રક રેઢો મૂકી નાશી છૂટ્યો હતો. જે મામલે દસેક દિવસ અગાઉ પોલીસ ફરિયાદ નોંધાયા બાદ એલસીબી અને સ્થાનિક પોલીસ આરોપી સુધી પહોંચવામાં જહેમતસિંહ હતી. જેમાં જામનગર એલસીબી અને સ્થાનિક પોલીસને સફળતા મળી છે. પોલીસે 82 લાખના મુદ્દામાલ સાથે આરોપીને સુરત પંથકમાંથી દબોચી લીધો છે. દરેડ વેપારીનો 82 લાખનો બ્રાસનો વાલ્વનો સમાન લઇ નાશી જનાર આઇસરના ડ્રાયવરને પકડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ કેસની પોલીસમાંથી જાણવા મળતી પ્રાથમિક વિગત અનુસાર તુષાર કિશોરભાઇ ગાગીયા (રહે-પુષ્કરધામ સોસાયટી)ને દરેડ જી.આઇ.ડી.સી. ફેસ-૦૩મા ઇગલ કાર્ગો યુનીટ ઓફ ઇગલ ટ્રેડલીંક્સ પ્રાઇવેટ લીમીટેડને એક્યુરાવાલ્સ પ્રા.લી. સીનર નાસીક(મહારાષ્ટ્ર)ની કંપનીને જામનગર “ટોપ મેન્યુ ફેકચરીંગ કંપની” ખાતેથી બ્રાસપાર્ટનો વાલ્વ 82 લાખ ઉપરાંતની કિમતનો ૩૧૦ બોક્સ સાથે તા.૦૬/૦૨/૨૦૨૪ ના રોજ આઇસર ટ્રક ગાડી GJ-10-TY-7743 ના ડ્રાયવર ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ઝાલા મારફતે મોકલ્યો હતો.

બ્રાસના કીમતી સામાન્ય ચાઉ કરી જવાની મેલી મૂરાદ સાથે આરોપીએ સામાન નિયત સાથે પહોંચાડવાને બદલે બારોબાર વેચી સગેવગે કરી ફરીયાદી સાથે વિશ્વાસધાત કર્યો હતો. જેની પંચ બી ડીવીજન પોલીસ મથકમા પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.

આ આરોપીને મુદામાલ સાથે સત્વરે પકડી પાડવા ઉચ્ચ અધિકારીઓની સુચના અન્વયે જામનગર એસપી પ્રેમસુખ ડેલૂ, ડીવાયએસપી ડી.પી. વાધેલા ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના પોલીસ પીઆઇ બી.એન.ચૌધરી, પીએસઆઇ આર.કે.કરમટા, પી.એન.મોરી તથા પંચકોશી બી ડીવીઝન પોલીસના પીએસઆઇઅમે.વી મોઢવાડીયા તથા એલ.સી.બી.સ્ટાફ અને પંચકોશી બી. ડીવીજન પોલીસ સ્ટાફ જહેમતશીલ હતો તેવામાં આરોપીને મુદામાલ સાથે પકડી પાડવા કાર્યરત કરવામાં આવ્યો હતો. સાથો સાથ ટેકનીકલ સેલ તથા હ્યુમન રીસોર્સનો ઉપયોગ કરી, હકિકત મેળવવામાં આવેલ હતી,

આ દરમ્યાન એલ.સી.બી.ના પીએસઆઇ આર.કે.કરમટા તથા સ્ટાફના સંજયસિંહ વાળા, દિલીપભાઇ, તલાવડીયા, હિતેન્દ્રસિંહ જાડેજાની ટીમ સુરત જીલ્લાના કામરેજ સુરત હાઇવે રોડ ઉપર લસકાણા પાસે તપાસમા હતા, ત્યારે આરોપી ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ઝાલા બ્રાસના વાલ્વ સગેવગે કરવાની પેરવી કરે છે. તેવી બાતમી મળતા પોલીસે ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ઝાલા (રહે-જામનગર)ને કામરેજ-સુરત મેઇન રોડ ઉપર લસકાણા બી.આર.ટી.એસ બસ સ્ટેન્ડ સામે,ઇન્ડીયન ઓઇલ પ્રેટ્રોલીયમની બાજુમા આવેલ દુકાનમાથી દબોચી લીધો હતો. પોલીસે ૩૧૦ મા બ્રાસના વાલ્વ જે ૯૮૩૮ કિલો કિ.રૂ. ૮૨,૨૫,૭૮૦નો મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ કામગીરીમાં એલસીબીના બી.એન.ચૌધરી, પીએસઆઇ આર.કે.કરમટા, પી.એન.મોરી, પીએસઆઇ એમ.વી. મોઢવાડીયા તથા સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ હિરેનભાઇ વરણવા શરદભાઇ પરમાર,દિલીપભાઇ તલવાડીયા,હિતેન્દ્રસિંહ જાડેજા, કાસમભાઇ બ્લોચ,હરદિપભાઇ ધાધલ, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઇ મોરી અરજણભાઇ કોડીયાતર, મયુદીનભાઇ સૈયદ,ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા,હરદીપભાઇ બારડ, ધમેન્દ્રસિંહ જાડેજા, કિશોરભાઇ પરમાર, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઇ મૈયડ, ભારતીબેન ડાંગર, દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરા તથા ધમેન્દ્રસિંહ જાડેજા તથા પંચ બી ડીવી પો.સ્ટે ના સર્વલન્સ તથા રાઇટર સ્ટાફ જોડાયો હતો.

સાગર સંઘાણી

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.