Abtak Media Google News

યુવતીને પત્ની બનાવવા અવાર નવાર દબાણ કરી ઝઘડો કરતા શખ્સે ચાર સાગરિત સાથે હત્યા કરતા ધરપકડ: યુવતી ઘવાય

વાંકાનેરના સલતાનપુર નજીક સરકારી ખરાબામાં ઝૂંપડું બનાવી રહેતા પરિવારની પુત્રીને ધરાર પત્ની બનાવવા અવાર નવાર ઝઘડા કરતા શખ્સે ચાર સાગરીત સાથે મળી યુવતીના પિતા પર પાઇપથી હુમલો કરી ઢીમઢાળી દીધાની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ચારેય શખ્સોની ધરપકડ કરી છે. હુમલા દરમિયાન પોતાના પિતાને બચાવવા જતા પુત્રી ઘવાતા સારવાર માટે અહીંની હોસ્પિટલમાં દાખલ કરાઇ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સલતાનપુર ગામ પાસે આવેલા રાતી વિરડી તરીકે ઓળખાતા સરકારી ખરાબામાં ઝૂંપડું બનાવી રહેતા અરજણભાઇ જીવણભાઇ સાડમીયા નામના ૫૫ વર્ષના પ્રૌઢ પર તેની નજીક રહેતા ભીખુ જો‚, રામજી જોરૂ, રેવા જો‚ અને દેરામ જો‚ નામના શખ્સોએ પાઇપથી હુમલો કરી હત્યા કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ચારેયની ધરપકડ કરી છે.

મૃતક અરજણભાઇ સાડમીયાની પુત્રી મંજુબેન સાડમીયાને તેના પાડોશમાં રહેતા ભીખુ જો‚ એક તરફી પ્રેમ કરતો હોવાથી અને ધરાર પોતાની પત્ની બનાવવા અવાર નવાર ધાક ધમકી દેતો હોવાથી તેને ઠપકો દેવા માટે અરજણભાઇ જતા ચારેય ભાઇઓએ એક સંપ કરી પાઇપથી હુમલો કરી અરજણભાઇ સાડમીયાની હત્યા કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.

અરજણભાઇ સાડમીયા પર હુમલો થયો ત્યારે તેને બચાવવા માટે તેની પુત્રી મંજુ વચ્ચે પડતા તેને પણ ઇજા થતા સારવાર માટે અહીંની હોસ્પિટલમાં દાખલ કરાઇ છે. પોલીસે ધરાર પ્રેમી ભીખુ જો‚ સહિત ચારેયની ધરપકડ કરી છે. અરજણભાઇ સાડમીયાની હત્યાથી તેની પત્ની અવાચક બની ગઇ છે. અને પરિવારજનોએ કરેલા કરૂણ આક્રંદથી ગમગમીની છવાઇ ગઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.