Abtak Media Google News
  • ઇંડામાંથી લાર્વાને તેમાંથી ઇયળ બાદ કોશેટો બને જે તોડીને પતંગિયું બહાર આવે છે, આમ ચાર તબક્કાનું તેનું જીવન હોય છે: તેમનું જીવન ટૂંકુ પણ અદ્ભૂત હોય છે: તેમની 28 હજાર જેટલી પ્રજાતિ વિશ્ર્વમાં છે
  • પતંગિયા માત્ર પ્રવાહી જ ચૂસી શકે છે, ઘન પદાર્થ ખાઇ શકતા નથી: મોનાર્ક નામના પતંગિયા હજારો કિલોમીટરનો પ્રવાસ ખેડે છે, તે 25 કિલો મીટરની ઝડપે ઉડીને ગમે ત્યાંથી પોતાના વતનના સ્થળે પરત ફરે છે
  • Парусник Слава Бутана Bhutanitis Lidderdalii 1024X701 1

પૃથ્વી પરનું અદ્ભૂત એટલે પતંગિયા. તેની જીવનયાત્રા નિરાળી છે. જીવનના ચાર તબક્કામાં લાર્વા, ઇયળ, કોશેટોને તોડીને પતંગિયું બહાર આવે છે. તેમનું જીવન સાવ ટુકું હોય છે. તેમની પાંખોની સપાટીની વિશિષ્ટ રચનાને કારણે તે અમુક રંગ જ પરાવર્તીત કરે છે. જો કે તેની પાંખોને રંગ હોતા નથી. પૃથ્વી પર સમગ્ર વિશ્ર્વમાં વિવિધ રંગો સાથે નયનરમ્ય નાના-મોટા નવરંગી પતંગિયાની પ્રજાતિ વસે છે. પતંગિયા માત્ર પ્રવાહી જ ચૂસી શકે છે તે ઘન પદાર્થ ખાઇ શકતા નથી.

પતંગિયાની એક મોનાર્ક નામક પ્રજાતિ કેનેડાથી મધ્ય અમેરિકા સુધી પ્રવાસ કરીને પરત આવે ત્યારે તેનું વતન સરળતાથી શોધી શકે છે. તે 25 કિ.મી.ની ઝડપે ઉડી શકે છે. તેમનું દિશાજ્ઞાન અને રસ્તો શોધવાની શક્તિ કમ્પ્યૂટર જેવી હોય છે. મગજ પાવરફૂલ હોવાથી તે ખૂબ જ ઓછી શક્તિ વાપરીને ચોક્કસ જગ્યાએ ઉતરાણ કરી શકે છે. રંગબેરંગી પતંગિયા ખૂબ જ સુંદર અને મનમોહક હોય છે. તેમને જોઇને આપણું મન પ્રફૂલ્લિત થઇ જાય છે. તેમની આખી જીંદગી ફૂલોની આજુબાજુ જ પસાર કરે છે. ફૂલોના રસોને ચૂસીને તે પોષણ મેળવે છે.

Бабочка Дневной Павлиний Глаз Фото 1024X723 1

વિશ્ર્વમાં હાલ તેની 28 હજારથી વધુ પ્રજાતિઓ છે. તેમનો આકાર, કદ અલગ-અલગ હોય છે. તેમનું કુલ વજન ફૂલની બે પાંદડી જેટલું હોય છે. માદા 400 ઇંડા મુકે છે, જેનો રંગ પીળો નારંગી જેવો હોય છે. મોટાભાગે તેના ઇંડા વંદા ખાય જાય છે. આ કારણે તેની સંખ્યા ચિંતાજનક રીતે ઘટી રહી છે. વૈજ્ઞાનિકોના મત મુજબ પતંગિયાની ઉત્પતિ આજથી દશ કરોડ વર્ષ પહેલા થઇ હતી. જાણકારો એવું પણ કહે છે કે મનુષ્ય કરતાં પણ પહેલા પતંગિયાનું અસ્તિત્વ મનાય છે. કેટલાક પતંગિયા પશુઓના મૂળમાંથી પણ પોતાનો ખોરાક મેળવે છે, તો કેટલાક પાકેલા કેળામાંથી ખોરાક ખાય છે. તેઓ ખોરાક પર ઉભા રહીને તેનો સ્વાદ ચાખે છે તેમની સ્વાદ પારખવાની શક્તિ પગમાં હોય છે.

પતંગિયા ખોરાક માટે આખો દિવસ રખડે છે અને રાતે નિષ્ક્રિય થઇ જાય છે. કેટલાક પતંગિયાને તડકામાં રખડવું ગમે તો કેટલાકને છાંયડામાં ઉડવું ગમે છે. તેઓ સાંભળી શકતા નથી તે માત્ર કંપનથી જ ભય કે શિકારીને ઓળખી જાય છે. વિશ્ર્વનું સૌથી મોટું પતંગિયું ઓર્નિયોપ્ટેરા અલેક્ઝાન્ડિયા જાતીનું હોય છે. આપણાં દેશમાં સૌથી મોટું પતંગિયુ કોમનબર્ડ નિંગ અને નાની પ્રજાતિનું ગ્રાસજવેલ જોવા મળે છે.

Макрофотографии Крыльев Бабочек

ઘાસના ખૂલ્લા મેદાનો કે ગાર્ડનમાં કે આપણાં ઘરનાં ટેરેસ ગાર્ડનમાં રંગબેરંગી પતંગિયા જોવા મળે છે. આ બાળકોને ખૂબ જ પ્યારા છે. અર્થાત બહુ જ ગમે છે. આમ તેમ ઉડતાને ફૂલો પર બેસતા નયનરમ્ય પતંગિયા તેમની સુંદરતા, લક્ષણો વિગેરેને કારણે રોચકતાથી ભરેલ જંતુ છે.

બટરફ્લાય લેપિડોપ્ટેરા નામક એક જંતું છે. તેમની સુંદર પાંખો નવરંગી કલરો સૂર્યપ્રકાશે ચળકાટ લગાવે છે. ઘણીવાર આપણે પકડી ત્યારે સાવ શાંત થઇ જાયને હથેલીને ખૂલ્લી મૂકો કે અવકાશે ઉડવા લાગે છે. પ્રકૃત્તિ સાથે નજીકનો સંબંધ પતંગિયાને છે. તેની અલગ-અલગ પ્રજાતિઓમાં તે કદમાં નાના-મોટા હોય શકે છે. તેમને પગની ત્રણ જોડી અને લાંબી સૂંઢ જેવી તેની તુંડ હોય છે. તે છોડ-ફૂલ ઉપર પરાગરજના વાહક છે. તેના વિવિધ રંગો બાળથી મોટેરાને આકર્ષે છે. તમે એને નજીકથી જોવો તો કુદરતની કરામતનો ખ્યાલ આવે છે.

Бабочка Вампир

પતંગિયા એન્ટાર્કટિકા સિવાય વિશ્ર્વનાં તમામ ખૂણામાં જોવા મળે છે. આ જંતુનું આયુષ્ય ખૂબ જ ટુકું હોય છે. તે ફૂલ, વૃક્ષો, ફળો વિગેરેના રસ ચુંસે છે. ઋતુચક્રોની સાથે તે તેના જીવનક્રમમાં પણ બદલાવ લાવે છે. અમુક બટરફ્લાય તો ખૂલ્લા ઘા માંથી લોહી પણ પીવે છે.

આ પ્રજાતિ ઢોર આસપાસ વધુ જોવા મળે છે.

પુખ્ત માદા વૃક્ષોના પાંદડા ઉપર ઇંડા મુકે છે. કેટલાંક જમીનમાં ઇંડા દાટી દે છે. તેમનાં લાળ ઉત્પન કરવાની વિશિષ્ટ ક્ષમતા હોય છે.

જંતુના જન્મ પછી તેના શરીર વિકાસના ક્રમિક તબક્કે ઇંડામાંથી બહાર આવતાં પતંગિયા પ્રથમ ઉડાન ભરે છે.

પુરાતત્વીય શિલ્પકૃતિમાં જોવા મળતાં પતંગિયા સૌથી પ્રાચિન જંતું છે. 150 મિલિયન વર્ષ પહેલા તેની હાજરીના અવશેષો મળેલ છે. વિશ્ર્વમાં પતંગિયાની દોઢ લાખથી વધુ પ્રજાતિઓ જોવા મળે છે. પ્રાચિન ઇજિપ્તના ભીંત ચિત્રોમાં પતંગિયા જોવા મળે છે. એ જમાનામાં પણ જીવજંતુ, પ્રાણીઓ અને કુદરત સાથે માનવી જોડાયેલો હતો. તેને જોતા આપણું મન આનંદ, પ્રેમ, સુખનો અનુભવ કરે છે.

Бабочка Махаон Фото

પતંગિયાની વર્તુંણક ઉપરથી હવામાન ભવિષ્ય કે વરસાદની આગાહી પણ કરાય છે. ચીન દેશમાં પતંગિયાની જોડને મજબૂત લગ્ન પ્રતિક ગણાય છે. ત્યાં બટરફ્લાયના પ્રતિકવગર લગ્ન નથી થઇ શકતા. લુઇસ-14ના દરબારમાં તેમની વિશેષ કાળજી લેવાય હતી. પતંગિયા ઉછેર કેન્દ્ર પણ આવેલા છે. તેમની ગંધ પારખવાની શક્તિ તીવ્ર હોય છે. 10 કિલોમીટરનાં અંતરેથી ગંધ પારખી લે છે.

તમારા પરિવારનાં નાના સંતાનોને આ પતંગિયાની વાતો જણાવશો. બાળકોમાં જીવજંતુ, પ્રાણીઓ પ્રત્યે પ્રેમ જગાડવો જરૂરી છે. આવા બધા કારણોને લઇને તેમનાં અનુકંપા, કરૂણા જેવા ગુણો વિકસે છે.

પતંગિયાની અદ્ભૂત વાતો !!

રશિયન નામ બટરફ્લાય જુના સ્લેવિક શબ્દ ‘બાબકા’ પરથી આવે છે. પ્રાચિનકાળમાં લોકો એવું માનતા કે પતંગિયા મૃતકોના આત્મા છે, તેથી લોકો તેમની સાથે આદરથી વર્તે છે. તેની શરીર રચના પણ વિચિત્ર હોય છે. તેના માથા ઉપરથી બેપેરિએટલ એન્ટેના જેવું હોય છે જે પ્રજાતિ વાઇઝ નાના-મોટા હોય છે. તે નેવીગેટરનું કામ કરે છે. તેના રંગો મોનોક્રોમ અથવા જટિલ પેટર્ન સાથે વૈવિધ્યસભર હોય છે જે પર્યાવરણ સાથે ભળી જાય છે. તેમનું કદ અને પાંખોનો ફેલાવો બે મી.મી. થી 31 સે.મી. સુધી હોય છે. તેમની સૌથી મોટી ફોજમાં 15 લાખ પતંગિયા એક સાથે જોવા મળ્યા હતા. ઝુંડમાં રહેતા પતંગિયામાં પણ 160થી વધુ પ્રજાતિઓ સામેલ હોય છે. અમુક પતંગિયાની પ્રજાતિ ફક્ત ઉનાળા પૂરતા જ જીવે છે. જેવી ઠંડી શરૂ થાય કે તે મૃત્યું પામે છે.

Бабочка Траурница Фото

તેઓ કૃષિ માટે ફાયદો અને નુકશાન બન્ને લાવે છે. પતંગિયા ફળના ઝાડના પાંદડાનો નાશ કરે છે. તે કુદરતી રેશમના ઉત્પાદક છે. પતંગિયા રાત્રે ઉંઘતા નથી કારણ કે તેને ઉંઘની જરૂર હોતી નથી. બેલીમોથ સૌથી નાનું પતંગિયુ છે જેની પાંખ બે મી.મી.ની હોય છે. પતંગિયામાં ગંધની સમજ ખૂબ જ તેજ હોય છે, તે 10 કિ.મી. દૂરથી ગંધ પારખી લે છે. એ હવાદાર અને વજન હિન જીવ છે. તેમની વિવિધ પ્રજાતિના રંગ, રૂપ આકારો જોઇને આપણે ચકિત થઇ જાય છીએ. મોટાભાગની પ્રજાતિ નિશાચર જીવનશૈલીનું જીવન પસાર કરતાં હોય છે. પતંગિયા એન્ટાર્કટિકા સિવાય બધા જ ખંડોમાં જોવા મળે છે. તેમની આંખ દરેકમાં એક હજાર કરતા વધુ પાસાવાળ તત્વોથી બનેલી હોય છે. તેઓ પાણીથી ડરતાં હોય છે. લાલ, પીળો અને લીલો એમ ત્રણ રંગોમાં પતંગિયા ભેદ પાડે છે. ચિનમાં તેને પ્રેમ અને પ્રેમીઓનું પ્રતિક માનવામાં આવે છે. તેમને હૃદ્ય, નસો કે ધમનીઓ હોતી નથી, બધા જ કાર્યો પેટ પર સ્થિત ક્ધટેનર દ્વારા કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.