Abtak Media Google News
  • પોતાના બાળકની ક્ષમતા અને ઘરનાં વાતાવરણ મુજબ યોગ્ય નિર્ણય લેવો જરૂરી: આવુ જ વિજ્ઞાન પ્રવાહનું છે, લીધા પછી પસ્તાયા બાદ આર્ટ્સ-કોમર્સમાં પાછા ફરે છે: જો કે નવી શિક્ષણ નીતિમાં ધો.5 સુધી માતૃભાષામાં શિક્ષણ અપાશે: ધો.6થી દ્વિભાષી પુસ્તકો આવશે
  • પાયાનું શિક્ષણ માતૃભાષામાં લીધા બાદ હિન્દી-અંગ્રેજી જેવી ભાષા ઝડપથી શીખી શકાય છે: નવા સત્રથી પ્રારંભથી જ સપોર્ટીંગ વિષય અંગ્રેજી શિખડાવાશે
  • Untitled 1 207

નવા સત્ર જૂન-2022થી શિક્ષણમાં ઘણા ફેરફારો આવશે. નવી શિક્ષણ નીતિ-2020 અનુસાર પ્રારંભિક બાળ શિક્ષા અભ્યાસક્રમ શરૂ થતાં હવે જૂના માળખા 10+2 ને બદલે 5+3+3+4 પેટર્નનું પાલન કરાશે. નવી શાળા પ્રણાલીમાં શિક્ષક પાત્રતા પરીક્ષણમાં ફેરફાર આવશે. અત્યારે વેકેશન ચાલી રહ્યું છે ત્યાં જ મા-બાપોને તેના સંતાનોના એડમીશનની ચિંતા વધી રહી છે.

આ બધાની વચ્ચે અને છેલ્લા દશકાથી એક પ્રશ્ર્ન સતત મુંઝવે છે કે બાળકને ગુજરાતીમાં ભણાવવા કે અંગ્રેજીમાં એક વાતએ પણ જોવા મળે છે કે અંગ્રેજી માધ્યમમાં ભણતા છાત્રો ગુજરાતીના બોર્ડ પણ વાંચી નથી શકતા. આપણે ગુજરાતમાં રહીએ ગુજરાતી બોલીએ અને આપણાં સંતાનોને ગુજરાતી વાંચતા ન આવડે એ તો શરમજનક બાબત છે. અંગ્રેજીના મોહમાં તે માતૃભાષા ભૂલી રહ્યો છે.

Images

એક વાત નક્કી છે કે બાળકની ક્ષમતા અને ઘરના વાતાવરણ મુજબ માધ્યમ પસંદ કરવું જરૂરી છે. ઘરમાં કોઇને અંગ્રેજી આવડતું ન હોયને બાળક જો એ માધ્યમમાં ભણે તો તેને તકલીફ પડે છે અને તે બન્નેની વચ્ચે લટકતો જોવા મળે છે. વર્ષો પહેલા આર્ટ્સ, કોમર્સ અને વિજ્ઞાન હતું પણ આજે વિજ્ઞાન કોમર્સ અને આર્ટ્સ જોવા મળે છે.

નવા જૂન-2022ના સત્રથી ધો.5 સુધી માતૃભાષામાં જ શિક્ષણ અપાશે અને ધો.6 થી દ્વિભાષી પુસ્તકો અમલમાં આવશે. પાયાનું શિક્ષણ માતૃભાષા લીધુ હોય તેને સપોર્ટીંગ ભાષા હિન્દી-અંગ્રેજી શીખવાની સરળ પડે છે. જો કે હવે માતૃભાષા સાથે પાયાથી અંગ્રેજી ભાષાનો પણ મહાવરો અપાશે, જેમાં શ્રવણ, કથન બાદ વાંચન અને લેખનનો મહાવરો અપાશે.

આજના ઇન્ફરર્મેશન ટેકનોલોજી, મોબાઇલ યુગ અને કોમ્પ્યૂટર યુગમાં અંગ્રેજી ભાષાનું વિશેષ મહત્વ છે એમા બે મત નથી પણ માતૃભાષા શીખ્યા બાદ બધી ભાષા શિખીને વિદ્યાર્થી તેનો સંર્વાંગી વિકાસ કરી જ શકે છે. આજે બાળકને ગુજરાતી સાથે અંગ્રેજી શિખડાવવું જ જોઇએ અને તે શીખી પણ લે છે. અંગ્રેજી આવડવુંએ હોશિંયારીની નિશાની નથી, એ માત્ર કોમ્યુનિકેશનનું જ માત્ર સાધન છે.

 

આપણી ગુલામી માનસિકતાનું જ અંગ્રેજી માધ્યમ પ્રતિબિંધ છે. આજે મા-બાપો પણ મોભા માટે સંતાનોને અંગ્રેજી માધ્યમમાં ભણાવે છે. મા-બાપ અંગ્રેજી જાણતા ન હોય એવામાં પોતાનું સંતાન એક-બે લીટી અંગ્રેજીમાં બોલે એટલે તે અભિભૂત થઇ જાય છે.

Images 2

જાણીતા સાહિત્યકાર ગુણવંતશાહે આપેલ સ્લોગન મુજબ માતાના ધાવણ પછીના ક્રમે માતૃભાષા આવે છે. સંભળાતી ભાષા, ઉપરથી તેને ઝીલવાની, સમજવાની અને શીખવાની ક્ષમતાની ખીલવણી થાય છે. બે વર્ષનું બાળક સંભળાતી ભાષાને કારણે જ બોલવા લાગે છે, પછી એ જે ભાષા સાંભળે છે તે તેમાં બોલવા લાગે છે. બીજા રાજ્યના બાળકો એટલે હિન્દી કે તેની માતૃભાષામાં વાત કરે છે જેમ આપણું ગુજરાતી બાળક બોલે છે.

મનોવિજ્ઞાન પણ માને છે કે ઘરમાં બોલાતી ભાષાએ જ શિક્ષણનું શ્રેષ્ઠ માધ્યમ બની શકે. ઘર અને નિશાળની ભાષા જુદી પડે ત્યારે બાળક મુંઝાય છે, મુરઝાય અને લઘુતાગ્રંથીનો ભોગ બને છે.

Images 1

ગુજરાતના દરેક મા-બાપોએ પોતાના સંતાનોને પાયાનું શિક્ષણ ગુજરાતીમાં જ આપવું હિતાવહ છે. ગુજરાતીમાં ભણતા છાત્રો 8 કે 9 ધોરણ સુધી ટ્યુશન કરતા નથી તો શા માટે અંગ્રેજીમાં ભણતાને પ્રથમથી જ ટ્યુશન કરવા પડે છે જે વાત સૌ મા-બાપે સમજવાની જરૂર છે. સર્વેક્ષણોમાં બતાવે છે કે માતૃભાષામાં મેળવેલ બાળકમાં જીંદગીના બધા પડકારો જીલવા સક્ષમ બનાવે છે.

મોરારી બાપુએ બહુ સરસ-સમજવા જેવી વાત કરી છે કે અંગ્રેજી કામની ભાષા છે, તેથી તેની પાસેથી કામવાળીની જેમ કામ લેવાય, ગૃહિણીનું સ્થાન ન અપાય. માતૃભાષાનું શિક્ષણ અંગ્રેજી માધ્યમનાં શિક્ષણ કરતાં વધુ સારા પરિણામો આપે છે. માતૃભાષાના સહારાથી જ બીજી ભાષામાં સારી ફાવટ આવી જાય છે. મહારાષ્ટ્રમાં ભણતું ગુજરાતી બાળક મરાઠી, હિન્દી અને અંગ્રેજી ભણે છે પણ તેની માતૃભાષા તો ગુજરાતી છે.

આપણાં દેશમાં 130 કરોડથી વધુ વસ્તીમાં 22થી વધુ ભાષા છે. આખા યુરોપિયન દેશમાં 24 ભાષા બોલાય છે. નવી શિક્ષણ નીતીઓ હાથ, હૃદ્ય અને મનની તાલિમ આપવાનું માધ્યમ બનશે.

ત્રણ થી 8 વર્ષની ઉંમરમાં બાળક સૌથી વધુ અને સારી રીતે શીખી શકતો હોવાથી હવે 3 વર્ષથી પ્રથમ પાંચ વર્ષની પેટર્ન પ્રારંભ થશે. જેનો મતલબ કે નર્સંરી, લોઅર કે.જી., હાયર કેજી અને ધો.1-2 પ્રથમ પેટર્નમાં આવરી લઇને પાયાનું શિક્ષણ કે પ્રારંભિક બાળ શિક્ષા અભ્યાસક્રમનું માળખુ આવી રહ્યું છે. આપણા દેશમાં 400 કિ.મી.એ બોલી બદલાય જાય છે ત્યારે આ પ્રારંભિક પાંચ વર્ષની પેટર્ન અને ધો.3-4 સુધી બાળકને માતૃભાષામાં જ શિક્ષણ અપાશે. અગાઉ જેમ ધો.8થી વિવિધલક્ષી અભ્યાસક્રમમાં ટેકનિકલ, કેમિકલ જેવા વિષયો હતા તે હવે ધો.6 થી જ ટેકનીકલત સ્કૂલનો કોન્સેપ્ટ અમલમાં આવશે. જેમાં વિવિધ વોકેશન ટ્રેનીંગ અપાશે.

Narbheram Hansraj English School Dance Class

 

પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં આપવાથી તેને ભણવામાં રસ-રૂચી સાથે ઉત્સાહ ખૂબ વધે છે. અધવચ્ચેથી અભ્યાસ છોડી દેવાની ટકાવારીમાં ઘટાડો જોવા મળે છે. વર્ગમાં પ્રશ્ર્નો પૂછવાની અને જવાબ આપવાની હિંમત વધે છે. આપણાં દેશમાં પ્રાદેશિક ભાષા (માતૃભાષા), રાષ્ટ્ર ભાષા હિન્દી અને આંતરરાષ્ટ્રીય ભાષા અંગ્રેજીનું શિક્ષણ અપાય રહ્યું છે. જે વિદ્યાર્થી તેની માતૃભાષામાં ભણ્યો નથી તેને તકલીફ પડની જોવા મળે છે. શિખવા માટે વિચારવું અને કલ્પના કરવાનું સ્વાતંત્ર્ય જરૂરી છે, તેથી જ તેને માતૃભાષામાં શિક્ષણ આપવું જરૂરી છે.

અત્યારે તો સૌ મા-બાપો કહે કે હું ગુજરાતી પણ સંતાનોને ભણાવવા અંગ્રેજીમાં છે. અંગ્રેજી માધ્યમમાં ભણતા છાત્રો કરતાં માતૃભાષામાં ભણેલ છાત્રો વધુ સફળ થયા છે. માતૃભાષા વ્યક્તિની મૂળભાષા છે જે જન્મથી શિખેલી ભાષા છે, તેથી તેને પ્રથમ ભાષા કહેવાય છે. તે ગૃહભાષા, પ્રભાવશાળી ભાષા અને જીભની ભાષા પણ કહેવાય છે. આજના યુગમાં વિજ્ઞાન અને ટેકનોલોજીએ હરણફાળ ભરી છે તેની સાથે જ્ઞાનગંગામાં પણ ભરતી આવીને શિક્ષણનો વ્યાપ વધતા તેમાં નવા-નવા અભ્યાસક્રમો ઉમેરાતા ગયાને અંગ્રેજીનું મહત્વ વધવા લાગ્યુંએ જરૂરી પણ છે પણ આપણી માતૃભાષા પ્રત્યે અણગમો વધ્યો તે શરમજનક છે.

382263 Shool

માતૃભાષા અન્ય ભાષા શિખવા માટે શિસ્તનું મૂલ્ય પ્રદાન કરે છે. આજના મા-બાપે અંગ્રેજી નહી ગુજરાતી માધ્યમમાં જ ભણાવવા જરૂરી છે. જેના સબળ કારણોમાં માતૃભાષાએ શ્રવણ કળાની પ્રેક્ટીસ કરવાનું પ્લેટફોર્મ છે. તે પ્રેરણા સ્ત્રોતની ગંગોતરી છે. માતૃભાષા જ માર્ગદર્શક અને દિવાદાંડી છે. પોતાની ભાષામાં જ સંશોધન કરવાની મઝા આવે છે. તે સંવાદ કરવાની શ્રેષ્ઠ કળા છે, અને આદર આપવાની પણ કલા છે.

નાનાકડા બાળકને ભણવાની મઝા તો ગુજરાતીમાં જ આપે છે. હા, ક્યારેક તે સામેથી એબીસીડી લખવા લાગે છે. પોતાના ઘરની આસપાસ કે પરિવારમાં બોલાતી માતૃભાષાને કારણે જ તેની મૌખિક અભિવ્યક્તિ ખીલી ઉઠે છે. તેના જેવડા નાના-નાના બાળકો સૌ માતૃભાષા જ સંવાદ કરતા હોય છે ત્યારે અંગ્રેજી માધ્યમનો બાળક તેની સાથે ભળી શકતો નથી, તેને અંગ્રેજી આવડે છે પણ માતૃભાષા નથી આવડતી તેથી મુશ્કેલી અનુભવે છે. માતૃભાષા જ હૃદ્યની ભાષા છે.

અંગ્રેજી કરતાં ગુજરાતી માધ્યમવાળાએ સારી સફળતા મેળવી છે !!

જે વિદ્યાર્થી માતૃભાષામાં ભણ્યો નથી તેને અન્ય ભાષા શીખવામાં તકલીફ પડી છે. એક સર્વે મુજબ અંગ્રેજી માધ્યમમાં ભણેલા કરતાં ગુજરાતી માધ્યમમાં ભણેલા યે સારી સફળતા મેળવી છે. પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં આપવાથી તેનામાં રસને ઉત્સાહ વધતા અધવચ્ચેથી શાળા છોડવાની ટકાવારી ઘટે છે. આજે મા-બાપને અંગ્રેજી આવડતું નથી.

ઘરની ભાષા કે વાતાવરણ પણ અંગ્રેજી લેવલનું ન હોય છતાં એક સ્ટ્રેટસ ખાતર બાળકને ધરાર અંગ્રેજી માધ્યમમાં બેસાડીને નવગુજરાતી કે ન અંગ્રેજીનો એમ બે વચ્ચે લટકતો રાખે છે. બાળક ઘર કે આસપાસ બોલાતી ભાષામાં જ સૌથી ઝડપી શીખે છે. માતૃભાષા હૃદ્યની ભાષા છે.

ત્રણથી આઠ વર્ષની ઉંમરમાં બાળક સૌથી વધુ અને સારી રીતે શીખવાની ક્ષમતા ધરાવે છે. વર્ગમાં પ્રશ્ર્નો પૂછવાને જવાબો આપવાની હિંમત માતૃભાષાના શિક્ષણથી જ બાળકમાં આવે છે. માતૃભાષા વ્યક્તિની મૂળ ભાષા છે જે જન્મથી જ શિખેલી ભાષા છે તેથી તેને પ્રથમ ભાષા કહેવાય છે. માતૃભાષા જ અન્ય ભાષા શીખવા માટે શિસ્તનું મૂલ્ય પ્રદાન કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.