Abtak Media Google News

આજ કાલ ચિલ્લરનું ચલણ ઘટતું જાય છે. સામાન્ય રીતે આપણે કોઈ પણ વસ્તુ લેવા જઈએ ત્યારે ચિલ્લરના બદલામાં ચોકલેટ કે કંઈક બીજી વસ્તુઓ લઈ લેતા હોઈ છી ત્યારે ચીલ્લનો જ એક એવો આશ્ચર્ય જનક કિસ્સો સામે આવ્યો છે જેમાં ભેગા કરેલા ચિલ્લર દ્વારા વ્યક્તિએ પોતાનું બાઈક ખરીદવા ગયો હતો.

Advertisement

ઘણા મધ્યમ-વર્ગના લોકો તેમના બચત કરેલા પૈસાથી તેમનું પહેલું વાહન ખરીદવાનું સ્વપ્ન ધરાવે છે. આસામના એક વ્યક્તિએ પાછલા પાંચ-છ વર્ષમાં બચાવેલા ચિલ્લરથી સ્કૂટર ખરીદવાનું પોતાનું સપનું પૂરું કર્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના આસામના ગુવાહાટીની છે જ્યાં એક નાનકડા દુકાનદાર સૈદુલ હકે તેણે એકઠા કરેલા સિક્કા વડે સ્કૂટી ખરીદી છે તેણે વર્ષો પહેલા જોયેલું સ્વપ્ન સાકાર કર્યું છે.

 

વર્ષો બાદ એકઠા કરેલા સિક્કાથી સાકાર કર્યું સ્વપ્ન

સૈદુલ હકનું સ્કુટી ખરીદવાનું સ્વપ્ન હતું. તે સ્કૂટી ખરીદવા માટે સિક્કાઓથી ભરેલી બોરી લઈને એજન્સી પાસે ગયો. સ્કૂટી ખરીદ્યા પછી તેણે કહ્યું કે હું બોરાગાંવ વિસ્તારમાં નાની દુકાન ચલાવું છું. સ્કૂટી ખરીદવાનું મારું સપનું હતું. મેં પાંચ-છ વર્ષ પહેલાં સિક્કા એકત્ર કરવાનું શરૂ કર્યું હતું. આખરે મેં મારું સપનું પૂરું કર્યું છે. હું હવે ખૂબ ખુશ છું.

આ વીડીયો હાલ સોશીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સિક્કા બચાવવામાં વ્યક્તિની ધીરજથી યુઝર્સ પ્રભાવિત થયા હતા અને સિક્કા સ્વીકારવા બદલ શોરૂમના માલિકની પણ પ્રશંસા કરી હતી. ટુ-વ્હીલર શોરૂમના માલિક મનીષ પોદ્દારે જણાવ્યું હતું કે, “જ્યારે એક ગ્રાહક અમારા ડીલર પાસે તેના સાચવેલા સિક્કાઓ સાથે સ્કૂટી ખરીદવા આવ્યો ત્યારે મને ખૂબ આનંદ થયો. શોરૂમના માલિકે કહ્યું કે જ્યારે મારા એક્ઝિક્યુટિવે મને કહ્યું કે એક ગ્રાહક તેના સાચવેલા સિક્કાઓ સાથે સ્કૂટી ખરીદવા અમારા શોરૂમમાં આવ્યો છે, ત્યારે હું ખુશ થઈ ગયો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.